હળવદના માનગઢમાં ચાર પેટી દારૂ ઝડપાયો : બુટલેગર છનનન…

- text


હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાંથી પોલીસે મેકડોવેલ નંબર વનની ચાર પેટી એટલે કે 48 બોટલો ઝડપી પાડી હતી. જો કે, દારૂનો જથ્થો ઉતારનાર બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના માનગઢ ગામની કોબાવાળી સીમમાં મેહુલભાઇ લાભુભાઇ કોળી નામના ઇસમે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 48 બોટલ કિંમત રૂપિયા 14,400નો જથ્થો દરોડા સ્થળેથી મળી આવ્યો હતો પરંતુ બુટલેગર હાથ લાગ્યો ન હતો.

વિદેશી દારૂ ઝડપાવા મામલે હળવદ પોલીસે માનગઢ ગામે રહેતા બુટલેગર મેહુલભાઇ લાભુભાઇ કોળી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા શોધખોળ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text