વાંકાનેરમાં ABVPની નગર કારોબારી સમિતિના હોદ્દેદારોની વરણી

- text


વાંકાનેરઃ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના વાંકાનેર શાખાની નગર કારોબારી સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. વર્ષ 2021/2022 માટે વિવિધ હોદ્દાઓ પર વરણી કરાઈ છે.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વાંકાનેર શાખાની નગર કારોબારીમાં વર્ષ 2021/2022 માટે વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર નગર મંત્રી તરીકે રોનકભાઈ ડાભી, વાંકાનેર સહ મંત્રી તરીકે રૂષિભાઈ દેત્રોજા અને બાંવલોભાઈ, સ્ટુડન્ટ ક્ષેત્ર ડેવલોપમેન્ટ સંયોજક તરીકે રૂષભભાઈ ઓઝા, સ્ટુડન્સ ક્ષેત્ર સેવા સંયોજક તરીકે ધૈર્યભાઈ રાવલ, સોશિયલ મીડિયા સંયોજક તરીકે સાગરભાઈ, કોલેજ કેમ્પસ સંયોજક તરીકે રાહુલભાઈ, નગર કારોબારી સદસ્ય તરીકે શિવરામભાઈ અને પૃથ્વીરાજભાઈની વરણી કરવામાં આવી છે. તમામ નવા હોદ્દેદારોને ચોતરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text