મોરબીના જાહેર માર્ગો પર આખલાઓનો આતંક

- text


રખડતા પશુઓને પકડવાની કામગીરી કરવા સ્થાનિકોની માંગ

મોરબી : મોરબીના શનાળા રોડ પર આખલાઓનું યુદ્ધ થતા લોકોને જીવ બચવવા આમથી તેમ ભાગવું પડ્યું હતું. આથી, રોડ-રસ્તા પરથી વહેલી તકે ઢોર પકડવામાં આવે તેવી પ્રજા માંગ ઉભી થઇ છે.

મોરબીના શનાળા રોડ પર પેટ્રોલ પંપની પાસે માર્કેટયાર્ડ નજીક અંદાજે સવારના 11:30 કલાકની આસપાસ આખલા યુધ્ધે ચડેલા હતા. જે આખલા યુદ્ધ લગભગ 20 થી 25 મિનિટ સુધી ચાલ્યું હતું. આથી, શાળાએ જતા બાળકોને જીવ બચાવવા ભાગવું પડ્યું હતું અને રસ્તા પર જતા-આવતા વાહનોને પણ નુકશાન થયેલ હતું. તો તંત્ર દ્વારા વહેલી તકે આખલાઓને શેરી-મહોલ્લામાંથી પકડીને લઇ જવાની કામગીરી થાય અને દરરોજ ઢોર પકડવામાં આવે તો પ્રશ્ન તાકીદે હલ થાય તેવી પ્રજા માંગ ઉઠી છે. તેમ સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ.બુખારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text