આશાવર્કર-ફેસીલીએટરો દ્વારા કોરોના રિસ્ક ભથ્થું ફરી શરુ કરવા માંગ

- text


વિવિધ માંગણીઓ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ

મોરબી : આશા વર્કર અને ફેસીલીએટરોને બંધ કરાયેલ કોરોના રિસ્ક ભથ્થું પૂરતી રકમ સાથે શરુ કરવા સહિતની 13 માંગણીઓ સાથેની લેખિત રજૂઆત ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયાને સંબોધીને ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે આશા વર્કરને માસીક રૂ. 1000, ફેસીલીએટરને માસીક રૂ. 500 અપાતી કોરોના ભથ્થાની રકમ સપ્ટેમ્બર 2021થી બંધ કરી દીધેલ છે. પરંતુ કોરોના કાળ દરમ્યાન કામનો બોજ વધ્યો છે અને રસીકરણ તથા અન્ય કોવીડ કામગીરી આશા વર્કર અને ફેસીલીએટરોને 12થી 16 કલાકની ફરજીયાત કામગીરી કરાવાઈ છે. ઉપરાંત નિવૃત્તિ અને છૂટા કરવાની ધમકી અપાઈ રહી છે. તેમજ કોરોના કામગીરીના કારણે આ બહેનો પૈકી ઘણી બહેનો કોરોના સંક્રમીત થઈ અને તે પૈકી અવસાન પણ થયેલ છે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરાયેલ 50 લાખની વીમાની રકમો પણ મળેલ નથી.

રજુઆતમાં વિવિધ માંગણીઓ મુકવામાં આવી છે કે કોરોના રીસ્ક ભથ્થું જે રૂ. 1000 અને રૂ. 500 અપાતુ હતુ, તેમાં માસીક રૂ. 10,000 કરીને ફરી શરૂ કરવામાં આવે. તેમજ 50 લાખનો કોરોના વિમો ચાલુ કરવામાં આવે તથા તેમાં ટ્રીટમેન્ટનો પણ સમાવેશ કરવામાં આવે. કોરોના અંગે સુરક્ષા સાધનો આપવા કડક સૂચનાં આપવામાં આવે.

આશા વર્કર અને ફેસીલીએટરોને લઘુતમ વેતન ચૂકવવામાં આવે તથા બાકી રહેલ રકમો તાકીદે ચૂકવવા આદેશ કરવામાં આવે. તેમજ નિવૃત્તિ માટે પેન્શન કે એકસ ગ્રેસીયા રકમ નકકી કરવામાં આવે. અને આરોગ્ય વિભાગ માટે જી.ડી.પી.ના 6% બજેટની ફાળવણી કરવામાં આવે. તથા રૂ. 7500ની કેશ મદદ ઈન્કમટેકસ ન ભરવા પાત્ર ફેમીલીને આપવામાં આવે તેમજ ફરજીયાત નિશુલ્ક આરોગ્ય સેવા અંગે કાયદો બનાવવામાં આવે.

- text

વધુમાં, 45 અને 46મી લેબર કોન્ફરન્સની ભલામણનો અમલ કરવામાં આવે. અને વર્કર તરીકેની માન્યતા આપવામાં આવે. કર્મચારીઓને મળત રૂ. 26,000 લઘુતમ વેતન ચૂકવવામાં આવે. માસીક રૂ. 10000 પેન્શન આપવામાં આવે. તેમજ પાયાની સેવાનું ખાનગીકરણ બંધ કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text