મોરબીમાં ગેરકાયદે ધમધમતા કતલખાના મુદ્દે ઊચ્ચકક્ષાએ ફરિયાદ

- text


કોલેજ, સ્કૂલ અને ધાર્મિકસ્થાન આસપાસ ધમધમતા કતલખાનામાં પ્રાણીઓની કરાતી કતલ બંધ કરાવવા માંગ

મોરબી : મોરબીમાં અમુક વિસ્તારોમાં પ્રાણીઓની ગેરકાયદેસર કતલ કરી જાહેરમાં માસ મટનનું વેચાણ થતું અટકાવવા પ્રાણીઓ ઉપર અત્યાચાર રોકવા મામલે કામ કરતી પીપલ ફોર એનિમલ સંસ્થાના મનોજ બારૈયા દ્વારા મામલદાર કલેક્ટરથી લઈ પ્રાણી અત્યાચાર રોકવા કામ કરતી સંસ્થાના અગ્રણી મેનકા ગાંધી સુધી રજુઆત કરવામાં આવી છે.

સોસાયટી ફોર પ્રિવેનશન ઓફ કૃઆલિટી ફોર એનિમલના મેમ્બર મનોજ બારૈયા દ્વારા મોરબી મામલતદાર, જિલ્લા કલેકટર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને રાજકોટ રેન્જ આઈજીને લેખિત રજુઆત કરી મોરબીમાં અમુક વિસ્તારોમાં સરેઆમ વેચાતા માસ મટનનું ધંધા બંધ કરાવવા માંગ કરવામાં આવી છે.

- text

રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબીના અમુક વિસ્તારોમાં જ્યા માસ મટનનો કારોબાર થાય છે તેની આજુબાજુ ધર્મસ્થાનો આવેલા હોવા ઉપરાંત અહીંથી શાળા કોલેજના બાળકો રોજ પસાર થતા હોય આવા દ્રશ્યો જોઈ તેમને મુશ્કેલી પડે છે. ઉપરાંત આ કતલખાનાઓને નિયમ મુજબ મોરબી પાલિકા દ્વારા લાયસન્સ પણ ઈશ્યુ ન થયા હોય તાકીદે પશુ પ્રત્યે ઘાતકી પણું અટકાવી અહીં રોજબરોજ થતી પશુઓની કત્લેઆમ રોકવા પણ માંગ ઉઠાવવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text