રોડ ઉપર કૂતરું આડુ ઉતરતા અલ્ટો કાર આઇસરમાં ટકરાઈ

- text


રાજકોટની બે મહિલાઓને ઇજા પહોંચતા પોલીસ ફરિયાદ

મોરબી : વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે રોડ ઉપર કૂતરું આડુ ઉતરતા અલ્ટો ચાલકે અચાનક કાઉ મારતા કાર આઇસરમાં ટકરાઈ હતી અને આ અકસ્માતમાં બે મહિલાઓને ઇજા થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટ કોઠારીયા કોલોની કવાટર્સમાં રહેતા હુલાસબા હરૂભા જામસિંહ જાડેજાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં હરૂભા જામસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા.22 નવેમ્બરના રોજ વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે આરોપી કાર ચલાવતા હતા ત્યારે કૂતરું આડુ ઉતરતા કાઉ મારતા કાર આઇસર સાથે ટકરાઈ હતી.

આ અકસ્માતમાં ફરિયાદી હુલાસબાને ડાબા હાથમાં ફ્રેક્ચર તેમજ સાહેદ ચેતનાબાને જડબામાં ફ્રેક્ચર થતા પોલીસે હુલાસબાની ફરિયાદના આધારે કાર ચાલક હરુભા વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text