હળવદના રહેવાસી માતા-પુત્ર એ કર્યો દેહદાનનો સંકલ્પ

- text


તેમના અંગો મૃત્યુ બાદ અન્યના શરીરમાં ધબકતા રહેશે અને બાકીનો દેહ મેડિકલના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાશે

હળવદ : હળવદ શહેર મધ્યે રહેતા માતા વિજયાબેન અને પુત્ર કિશોરભાઈ એરવાડીયા એ દેહદાનનો સંકલ્પ કરી સમાજને પ્રેરણા પુરી પાડી છે. તેમજ કિશોરભાઈએ અત્યાર સુધીમાં 44 વખત રકતદાન કરી “યુવાનીમાં રકતદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન, દેહદાન”ના સૂત્રને ચરિતાર્થ કર્યું છે.

હળવદ શહેર છોટાકાશી તરીકે જગ વિખત્યાત છે. હળવદમાં અનેક મહાનપુરુષોએ જન્મ લઈને દેશ અને સમાજને વિશેષ સેવાઓ પુરી પાડી છે અને સમાજને નવો રાહ ચીંધ્યો છે. જેમાં કિડની હોસ્પિટલ-અમદાવાદના પ્રણેતા ભારતરત્ન ડૉ. એચ.એલ.ત્રિવેદી, ખગોળ શાસ્ત્રી ડૉ. જે.જે.રાવલ, ડિજિટલ ટેલિફોન યુગ માટે જેમનું વિશેષ યોગદાન છે તેવા શામ પિત્રોડા સહિત હળવદના અનેક મહાપુરુષોએ દેશ અને દુનિયાને નવો રાહ ચીંધ્યો છે. ત્યારે તાજેતરમાં હળવદ શહેરમાં રહેતા માતા અને પુત્ર એ તેમના મૃત્યુ પછી દેહદાન કરવાનો સંકલ્પ કરી અને સમાજને નવો રાહ ચીંધ્યો છે.

ધાર્મિક જીવન જીવતા માતા વિજયાબેન છગનભાઇ એરવાડિયા અને પુત્ર કિશોરભાઈ છગનભાઇ એરવાડિયા એમ બંનેએ સુરેન્દ્રનગર સ્થિત સી.યુ.શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે દેહદાન કરવા માટે સંકલ્પ પત્ર ભર્યું છે. આ શુભ સંકલ્પથી તેમના અંગો મૃત્યુ પછી પણ કોઈના શરીરમાં ધબકતા રહેશે અને બાકીનો દેહ પણ મેડિકલ કોલેજમાં મેડિકલ વિદ્યાર્થીઓના વિદ્યા અભ્યાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે. આ પ્રકારે માતા અને પુત્ર એ દેહદાનનો એકસાથે સંકલ્પ કર્યો હોય તેવા કિસ્સાઓ નહિવત છે. આ ઉમદા નિર્ણયથી એરવાડિયા પરિવારે દેશભરના લોકોને પ્રેરણા પુરી પાડી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે કિશોરભાઈ એરવાડિયા એ પાંચ વખત છપૈયા (અયોધ્યા) 1600 કી.મી.ની પાંચ વખત પદયાત્રા કરી છે અને બહુચરાજી, અંબાજી અને માતાના મઢ માટે પણ સાયકલયાત્રા અને પદયાત્રા કરી ચુક્યા છે અને કિશોરભાઈએ 44 વખત રકતદાન કરી દર્દીઓની જિંદગી બચાવવામાં નિમિત બન્યા છે. ત્યારે કિશોરભાઈએ ‘યુવાનીમાં રકતદાન અને મૃત્યુ બાદ ચક્ષુદાન અને દેહદાન’ના સૂત્રને જીવનમાં ઉતારી ચરિતાર્થ કર્યું


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text