ટંકારા : જોધપર(ઝાલા) ગ્રામ પંચાયત સમરસ બની

- text


ટંકારા : રાજ્યમાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ત્યારે ટંકારા તાલુકાનું જોધપર (ઝાલા) ગામ સમરસ જાહેર કરવામાં આવ્યું છે.

સરકાર તરફથી સમરસ ગ્રામ યોજના હેઠળ ગ્રામ પંચાયતને ગ્રાન્ટ આપવામાં આવે છે કે જેનાથી ગામમાં વિકાસના કામો થાય. ત્યારે ટંકારા તાલુકાનું જોધપર (ઝાલા) ગામ સમરસ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સરપંચ તરીકે છીપરીયા લાભુબેન ધીરજભાઈની બિનહરીફ નિમણુંક કરવામાં આવી છે. તેમજ સભ્યો તરીકે વોર્ડ નં. 1માં ગીતાબા ઝાલા, વોર્ડ નં. 2માં વિજયાબેન છીપરીયા, વોર્ડ નં. 3માં રણજીતસિંહ ઝાલા, વોર્ડ નં. 4માં ઘનશ્યામસિંહ ઝાલા, વોર્ડ નં. 5માં બળદેવસિંહ ઝાલા, વોર્ડ નં. 6માં લાભુબા ઝાલા, વોર્ડ નં. 7માં કેતન પારેધી અને વોર્ડ નં. 8માં નયનાબા ઝાલાની વરણી કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text