મોરબીની હજનાળી ગ્રામ પંચાયત સમરસ જાહેર

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે. ત્યારે મોરબીની હજનાળી ગ્રામ પંચાયત સમરસ જાહેર
થઇ છે.

મોરબી તાલુકાના હજનાળી ગામની ગ્રામ પંચાયત સમરસ ગ્રામ પંચાયત બની છે. જેમાં ગામની એકતા અને સરપંચની કામગીરીને ધ્યાને લઇ ફરીવાર મહેશભાઈ બાબુભાઇ પારેજીયાને બિનહરીફ ચૂંટવામાં આવ્યા છે. ગામમાં સરપંચ મહેશભાઈ દ્વારા વિકાસના કામો કરી ગામલોકોને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા, ઈ-શ્રમ કાર્ડ, રેશન કાર્ડ, વિધવા સહાય સહિતની કામગીરી પણ કરવામાં આવી છે. આથી, આ વખતે હજનાળી ગ્રામ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text