મોરબીમાં ભૂલા પડેલા તરુણના વાલીવારસની શોધખોળ

- text


તરુણ વિષે જાણકારી હોય તો ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમને આપવા અપીલ

મોરબી : મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસેથી એક તરુણ મળી આવ્યો હોય જેને પોલીસ મારફત ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમને સોપવામાં આવતા ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમે વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી એક ૧૫ વર્ષનો તરુણ મળી આવ્યો હતો.બાળક બે દિવસથી જુના બસ સ્ટેન્ડ પાસે હોય જેથી સ્થાનિકોએ એ ડીવીઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસે બાળકનો કબજો લઈને તરુણને ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમને સોપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તરુણ બોલી શકતું નથી. જોકે સાંભળી શકતું હોવાનું જાણવા મળ્યું છે. હાલ તરુણને વિસીપરામાં આવેલ ચાઈલ્ડ હેલ્પ લાઈન ટીમની ઓફીસ ખાતે રાખવામાં આવ્યો છે અને તરુણના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. તરુણના પરિવાર વિષે કોઈપણ માહિતી હોય તો ચાઈલ્ડ હેલ્પલાઈન ટીમના રાજુભાઈ મો.૯૩૧૬૭ ૫૫૩૧૧ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text