ડુપ્લિકેટ સોનાંનાં બિસ્કિટ ધાબડી છેતરપિંડી કરતો મોરબીનો ઠગ રાજકોટમાં પકડાયો

- text


મોરબીના અન્ય એક શખ્શનું નામ ખુલ્યું : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બેડી ચોકડી પાસેથી બે શખ્સોને પકડ્યા

મોરબી : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બેડી ચોકડી પાસેથી બે શખ્સોને સોનાના અસલી અને નકલી બિસ્કિટ સાથે પકડી પાડ્યા હતા જેમાં એક શખ્સ મોરબીનો હોવાનું ખુલ્યું છે અને અન્ય એક મોરબીના શખ્સની પણ સંડોવાયેલ હોવાનું ખુલતા પોલીસે મોરબી તરફ તપાસ લંબાવી છે.

રાજકોટ બેડી ચોકડી નજીકથી પોલીસે જીજે૩૬એલ-પ૦૪ નંબરની અલ્ટો કારમાંથી હથીયારના ગુન્હામાં ફરાર અરવિંદ ઉર્ફે શૈલેષ રાજુભાઇ પટેલ (ઉ.૪ર) (રહે. એ/૩ સોહમપાર્ક મુસ્લીમ હોસ્ટેલ પાસે બાકરોલ વલ્લભ વિદ્યાનગર આણંદ)ને અને કારમાં બેઠેલા સંદીપ માવજીભા મેરજા (ઉ.૪૦) (રહે. મહેન્દ્રનગર ગામ હળવદ રોડ મોરબી, મુળનારણકા તા.મોરબી) ને પકડી લઇ તલાશી લેતા બંને પાસેથી એક અસલ સોનાનું બીસ્કીટ અને એક ડુપ્લીકેટ સોનાનું બીસ્કીટ મળી આવતા પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી હતી પુછપરછમાં બંને શખ્સો અલગ-અલગ શહેરોમાં લોકોને લાલચ આપી અસલ સોનુ બતાવી ગીરો તરીકે ડુપ્લીકેટ સોનુ પધરાવી નાણા ખંખેરવાના ગુન્હામાં અગાઉ પકડાઇ ચુકયા હોવાનું જાણવા મળ્યું છે.

સંદીપ મેરજા પણ રાજકોટ બીડીવીઝન પોલીસ મથકમાં હથીયાર તેમજ હળવદમાં ધમકી અને માળીયા મીયાણા પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં પકડાઇ ચુકયો છે વધુ પુછપરછમાં બંને પાસેથી અસલ અને ડુપ્લીકેટ સોનાના બીસ્કીટ મોરબીના પીપળી રોડ પર ગજાનંદ સોસાયટીમાં રહેતા દિવ્યરાજ ઉર્ફે લકકી નરેન્દ્રસિંહ રાઠોડે આપ્યા હોવાની કબુલાત આપી હતી. આ બંને શખ્સો અલગ-અલગ જગ્યાઓએ લોકોની સાથે મીત્રતા કેળવી વિશ્વાસમાં લઇ પોતાને પૈસાની જરૂરીયાત હોવાનું કહી અસલ સોનું ગીરવે મુકવાનું નકકી કરી ચાલાકી વાપરી અસલ સોનું બાતવી ડુપ્લીકેટ સોનુ પધરાવી છેતરપીંડી આચરવાની ટેવ ધરાવે છે.

- text

આ બન્ને શખ્સો રાજકોટ અને મોરબી વિસ્તારમાં આવા ગ્રાહકો શોધવા નીકળ્યા હતા પોલીસે બન્ને પાસેથી રૂ.૪.૪પ લાખનું અસલ સોનાનું એક બીસ્કીટ તથા રૂ. ૪ હજારની કિંમતનું ડુપ્લેકટ સોનાનું બીસ્કીટ અલ્ટો કાર કબ્જે કરી મોરબીના દિવ્યરાજ ઉર્ફે લકકી નરેન્દ્રસિંહ રાઠોડની શોધખોળ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text