બાઈક ડિવાઇડરના લોખંડના થાંભલા સાથે અથડાતા ચાલકનું મોત

- text


વાંકાનેરના ઢુવા ઓવરબ્રીજ પાસે એકે હોટલ સામે જીવલેણ અકસ્માત સર્જાયો

વાંકાનેર : વાંકાનેરના ઢુવા ઓવરબ્રીજ પાસે એકે હોટલ સામે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ડિવાઇડર પરના લોખંડના થાંભલા સાથે અથડાતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી-૨માં આવેલ વૃંદાવનપાર્ક સોસાયટી ગોકુલ હાઇટ્સ ફલેટ નં.૧૦૧માં રહેતા અને મુળ જુનાગઢના વતની મયુરભાઇ નવીનભાઇ હદવાણી (ઉવ.૩૮) નામના યુવાન પોતાના જીજે-૩૬-એચ-૯૮૭૪ નંબરના બાઈક લઈને ગત તા.૨૭ ના રોજ વાંકાનેરના ઢુવા ઓવરબ્રીજ પાસે એકે હોટલ સામે ઢુવા તરફ જવાના સર્વીસ રોડ પાસે પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઢુવા તરફ જવાના સર્વીસ રોડ પાસે ડીવાઇડર પર આવેલ લોખંડના થાંભલામાં બાઈક અથડાતા તેમને માથામાં ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text