દૂધ ઉત્પાદન સહકારી મંડળીના નાણાં ઉચાપત કરનાર મંત્રીને ત્રણ વર્ષની કેદ

- text


વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની દૂધ મંડળીના કેસમાં 27 વર્ષ બાદ નામદાર કોર્ટનો ચુકાદો

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામની દૂધ ઉત્પાદન મંડળીના મંત્રીએ વર્ષ 1994માં પોતાની ફરજ દરમિયાન રૂપિયા 6406.82ની ઉચાપત કરતા આ મામલે નોંધાયેલ ફોજદારી ફરિયાદ બાદ કેસ ચાલી જતા નામદાર અદાલત દ્વારા આરોપીને ત્રણ વર્ષની સાદી કેદ અને રૂપિયા 5000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો દીઘલિયા દૂધ સહકારી મંડળીમાં મંત્રી તરીકે ફરજ બજાવતા મહમદ હુસેન નુરમામદ શેરસીયાએ દૂધ મંડળીના રૂપિયા 6406.82 રકમની ઉચાપત કરવા અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વર્ષ 1994માં આઇપીસી કલમ 406,409 અને 420 મુજબ ગુન્હો નોંધાયો હતો જે અંગેનો કેસ ચાલી જતા નામદાર અદાલત દ્વારા તમામ આધાર પુરાવા ચકાસી સાહેદોની જુબાની અને સરકારી વકીલ સંજય બી.સોલંકીની ધારદાર દલીલો ધ્યાને લઈ વાંકાનેરના બીજા અધિક સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આત્મદીપ શર્મા સાહેબે આરોપીને સરકારી નાણાંની ઉચાપત કરવાના કેસમાં તકસીરવાન ઠેરવી ત્રણ વર્ષની કેદ અને રૂપિયા 5000નો દંડ ફટકારવા હુકમ કર્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text