રાજ્યમાં ૧૩.૬ લાખ જેટલા મોબાઇલ ગ્રાહકો ઘટ્યા

- text


કોરોના મહામારી ઘટવાની સાથે મોબાઈલ પણ ઘટ્યા : અગાઉ ૭ કરોડ ગ્રાહકો હતા હવે ૬.૮ કરોડ

મોરબી : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના લેટેસ્ટ ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સમાં ૧૩.૬ લાખ જેટલો ધરખમ ઘટાડો થયો છે. રિપોર્ટ દર્શાવે છે કે, ગુજરાતમાં ઓગસ્ટમાં કુલ મોબાઈલ સબ્સ્ક્રાઈબર ૭ કરોડ હતા જે સપ્ટેમ્બરમાં ઘટીને ૬.૮ કરોડ થયા હતા.

કોરોના મહામારીની બીજી લહેર આસપાસ લોકોની નબળી ખર્ચ ક્ષમતાને આ ઘટાડા માટે કારણભૂત ગણાવી હતી. જેના કારણે મોબાઈલ કનેકશન રદ કરવામાં આવ્યા હતા અથવા રિચાર્જ થયા નહોતા. સતત બિલની ન ચૂકવણી કરવાની અથવા કનેકશન રિચાર્જ ન કરવાની અસર બે-ત્રણ મહિના પછી સપ્ટેમ્બરમાં જોવા મળી હતી, જયારે કનેકશન ઈનએકિટવ થયા હતા.

- text

રિલાયન્સ જિયો, કે જે વર્તમાનમાં ગુજરાતમાં સૌથી વધારે સબ્સ્ક્રાઈબર ધરાવે છે તેમણે ૧૦.૯૮ લાખ જેટલા કનેકશન ગુમાવ્યા હતા, જયારે વોડાફોન આઈડિયાએ ૧.૪૮ લાખ સબ્સ્ક્રાઈબર, એરટેલે ૧.૨૪ સબ્સ્ક્રાઈબર ગુમાવ્યા હતા.ચોંકાવનારી બાબત એ છે કે, બીએસએનએલ જે સતત સબ્સ્ક્રાઈબર ગુમાવી રહી છે તેણે સપ્ટેમ્બરમાં રાજયમાં કેટલાક નવા સબ્સ્ક્રાઈબર મેળવ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text