ટંકારામાં મકાનમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


દેશીદારૂ બનાવાના તમામ સાધનો સાથે બુટલેગરની ધરપકડ

ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલ મકાનમાં ધમધમતી દેશીદારૂની ચાલુ ભઠ્ઠીને ઝડપી લીધી હતી. જેમાં પોલીસે મકાનમાંથી દેશી દારૂ બનાવાના તમામ સાધનો સાથે બુટલેગરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના ઉગમણા નાકા પાસે રહેતા નીતીનભાઈ કરશનભાઈ સોલંકી (ઉ.વ.૪૫)એ પોતાના રહેણાક મકાનમા દેશી પીવાનો દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ કરી હોવાની બાતમી મળતા ગઈકાલે ટંકારા પોલીસે આ દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરી હતી અને પોલીસે મકાનમાંથી દેશીદારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી.જેમાં પોલીસે સ્થળ પરથી દેશીદારૂ લી. ૫ કિ.રૂા. ૧૦૦, દેશીદારૂ બનાવવાનો ઠંડો આથો લી-૩૦૦ કિ.રૂા. ૬૦૦, ગરમ આથો લીટર ૫૦ કિ રૂ ૧૦૦, દેશીદારૂ બનાવવાના સાધનો બધા જેની કુલ કિ રૂ ૨૭૦૦ મળી કુલ મુદામાલ કિ રૂ ૩૫૦૦ સાથે આરોપી નીતીનભાઈ કરશનભાઈ સોલંકીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text