મોરબીમાં લાયન્સ કલબ અને ઉમા વિદ્યા સંકુલ દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

- text


મોરબી : મોરબીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ઉમા વિદ્યા સંકુલ દ્વારા TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન સંપન્ન થયું હતું.
લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને ઉમા વિદ્યા સંકુલ  દ્વારા ઉમા વિદ્યા સંકુલ ખાતે ટીચરો માટે બે દિવસીય TTW- ટીચર ટ્રેનિંગ વર્કશોપનુ આયોજન સંપન્ન થયું છે. TTW -ટીચર ટ્રેનીંગ વર્કશોપને કાંતિભાઈ અમૃતિયા માજી  ધારાસભ્ય મોરબી માળિયા, લાયન્સ ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા, રીજીન ચેરપર્સંન રમેશભાઈ રૂપાલા PMJF, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડિયા, ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા, HOD હિતેશભાઇ સોરિયા તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ટીચર ટ્રેનિંગ વર્કશોપની શરૂઆત કરવામાં આવી હતી.
લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિત ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ ટીચરોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
ટ્રેનિંગમા જોડાયેલા 30 જેટલા શિક્ષકોને પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી વિશિષ્ટ સન્માનિત કરવામાં આવ્યા હતા. ટીચર ટ્રેનિંગ વર્કશોપના કાર્યક્રમનું સમગ્ર સંચાલન ઉમા વિદ્યા સંકુલના શિક્ષિકા જાવીયા ડેનિસાબેન તેમજ ભેડા દક્ષાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text