મોરબી જિલ્લાના ટુ વ્હીલરના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી પ્રક્રીયા શરૂ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ટુ વ્હીલરના ફેન્સી માટે રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ કરવામાં આવેલ છે. અરજદારોએ ઓનલાઇન અરજી પ્રક્રિયા કરવાની રહેશે.

ટુ વ્હીલર માટે GJ36 P, GJ36 Q અને GJ36 AD માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રીયા શરૂ થયેલ છે. જેમાં અરજદારો તા.૩૦/૧૧/૨૦૨૧ બપોરના ૧૨ કલાક થી તા.૦૩/૧૨/૨૦૨૧ રાત્રીના ૧૧:૫૯ કલાક સુધી www.parivahan.gov.in/fancy પર ઓનલાઇન અરજી કરી શકશે. અરજદારોએ અરજી કર્યા બાદ બીડીંગ પ્રોસેસ તા.૦૪/૧૨/૨૦૨૧ બપોરના ૧૨ કલાક થી તા.૦૫/૧૨/૨૦૨૧ રાત્રીના ૧૧:૫૯ કલાક સુધી ચાલુ રહેશે.

- text

ટુ વ્હીલરના ફેન્સી નંબર માટેનું ઓકશનનું પરિણામ તા.૦૬/૧૨/૨૦૨૧ ના રોજ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયાના પાંચ દિવસમાં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે.પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશીક વાહનવ્યવહાર અધિકારીની મોરબીની યાદીમાં જણાવાયું છે


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text