હળવદના ચરાડવા ગામે તરૂણે ઝેર ગટગટાવી આપઘાત કર્યો 

- text


કાચી સમજણે આત્યંતિક પગલું ભરી લેતા ખેતશ્રમિક પરિવારમાં હૈયાફાટ આક્રંદ
હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ખેતશ્રમિક પરિવારના તરુણવયના પુત્રએ કોઈ કારણોસર ઝેરી દવા પીને મોતને વ્હાલું કરી લીધું હતું. કાચી સમજણે આત્યંતિક પગલું ભરી લેતા ખેતશ્રમિક પરિવારે હૈયાફાટ આક્રંદ કરી મૂક્યું હતું.

આ કરુણ ઘટનાની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા અને વાડીએ ખેતમજૂરી કરતા ખેતશ્રમિક પરિવારના 13 વર્ષના તરુણવયના પુત્ર મિતેશભાઇ કીડીયાભાઇ રાઠવાએ ગત તા.20 ના રોજ ચરાડવા ગામે વાડીએ કોઇ કારણોસર ઝેરી દવા પી જતા તેને પ્રથમ સારવાર ચરડવા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેની તબિયત નાજુક જણાતા ત્યાંથી પણ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તરુણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ બનાવના રાજકોટ તરફથી કાગળિયા આવતા હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.જ્યારે તરુણે આટલી નાની ઉંમરે અવિચારી અંતિમ પગલું ભરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text