ઓપરેશન ઝીંઝુડા : જામનગરથી વધુ 10 કરોડનો હેરોઈનનો જથ્થો ઝડપાયો

- text


 

ડ્રગ્સના ગુનામાં ઝડપાયેલા આરોપીની પુછપરછ દરમિયાન થયો ઘટસ્ફોટ

મોરબી : દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થા બાદ હજુ પણ રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે આજે જામનગરના બેડી રોડ પાસેથી વધુ 10 કરોડનો હેરોઈનનો બે કિલોગ્રામ જથ્થો ATSની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી ઝડપી લીધો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા અને બાદમાં મોરબીના ઝીંઝુડા ગામેથી ઝડપાયેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ કાંડના આરોપીઓની પૂછપરછમાં જામનગરના બેડી રોડ ખાતે ડ્રગ્સ છૂપાવવામાં હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ઉક્ત સ્થળેથી રૂપિયા 10 કરોડની કિંમતનું બે કિલિગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

- text

આરોપીઓના રિમાન્ડ દરમિયાન તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. આ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, જોડિયા ગામનો ઝડપાયેલો આરોપી રહિમ હાજીએ આ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી અનવર ઉર્ફે અન્નુ પટેલીયા જખૌના દરિયામાંથી હેરોઈનનો જથ્થો લાવ્યો હતો. આ જથ્થામાંથી અમુક જથ્થો રહિમ હાજીએ પોતાની પાસે સંતાડી રાખ્યો હતો. જેથી ATSની ટીમે લોકલ પોલીસને સાથે રાખી જામનગર બેડી રોડ ખાતેથી વધુ 2 કીલો હેરોઈનનો જથ્થો શોધી કાઢી કબજે કરવામાં આવ્યો છે. જેની કિંમત આશરે રૂપિયા 10 કરોડ છે. આ અંગે હાલ ATSની ટીમે વધુ તપાસ ચાલુ કરેલ છે.

- text