મોરબીમાં અપરણિત હોવાનો ઢોંગ કરી સગીરા ઉપર દુષ્કર્મ

- text


લગ્નની લાલચ આપીને સગીરાનું મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કર્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં પરિણીત હોવા છતાં કુવારો હોવાનો ઢોંગ રચી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેના ઘરેથી ભગાડી જઈને તેણી ઉપર વારંવાર દુષ્કર્મ આચરવા મામલે .આશરે ત્રણ માસ પહેલાના બનાવમાં ભોગ બનનારની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ પરની સોસાયટીમાં રહેતી એક મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આજથી ત્રણ માસ પહેલા મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા અલ્તાફ યાસીન મોવર નામનો શખ્શ પોતે પરિણીત હોવા છતાં કુંવારો હોવાનો ઢોંગ રચીને તેમની સગીર વયની દીકરીને મોહજાળમાં ફસાવી હતી અને આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ત્રણ મહિના અગાઉ તેના ઘરેથી બાઇકમાં બેસાડીને ભગાડી ગયો હતો.

- text

આરોપીએ સગીરાને ભગાડી જઈને અવારનવાર તેણીની મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો હતો. બાદમાં આરોપીની અસલિયત બહાર આવતા સગીરા તાબે ન થતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને તેણીને આ બનાવ અંગે કોઈને કહીશ તો તારા પિતા અને ભાઈ ઉપર જીવનું જોખમ રહેશે તેવી ગર્ભિત ધમકી આપી હતી. અંતે આ બનાવની સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝનના પીઆઇ જે.એમ.આલએ આ સમગ્ર બનાવની ધનિષ્ઠ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text