મોરબીના ઝીંઝુડા ગામેથી રૂ.500 કરોડોનું ડ્રગ્સ ઝડપી લેતું એટીએસ

- text


એસઓજી અને એટીએસ દ્વારા મોટા જથ્થા સાથે ચાર ડ્રગ માફિયાને દબોચ્યાના પણ બિનસત્તાવાર અહેવાલ

મોરબી : દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ ગતરાત્રીના મોરબી એસઓજી અને એટીએસએ ગુપ્ત ઓપરેશન પાર પાડી મોરબી જિલ્લાનાં દરિયાઈ પટ્ટી નજીક આવેલ ઝીંઝુડા ગામેથી અંદાજે 500 કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે ચાર ડ્રગ માફિયાને ઝડપી લીધા હોવાની વિગતો બહાર આવી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ સમગ્ર રાજ્યમાં ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ગૃહ વિભાગ સતર્ક બની એકપછી એક ડ્રગ્સ માફિયાઓને ઝેર કરી રહી છે ત્યારે ગતરાત્રીના દરિયાઈ પટ્ટી નજીક આવેલા
મોરબીના ઝીંઝુડામાંથી મોરબી એસઓજી અને એટીએસ ટીમે  સયુંકત ઓપરેશન કરી આંતરાષ્ટ્રીય બજારમાં અંદાજે 500 કરોડો રૂપિયાની કિંમતના ગણાતા ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે.

- text

મોરબીના ઝીંઝુડા ગામેથી એસઓજી અને  એટીએસ દ્વારા ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવા અંગે મોરબી જિલ્લા નાયબ પોલીસ વડા રાધિકા ભારાઈએ જણાવ્યું હતું કે હાલમાં ડ્રગ્સના જથ્થાની ગણતરી થઈ રહી છે અને અંદાજે 100થી 120 કિલોગ્રામ જેટલો જથ્થો હોવાનું મનાઈ રહ્યું છે.

- text