રાજકોટ હાઇવે ઉપર બંધ ટ્રકને કન્ટેનરે ઠોકર મારતા ટ્રકચાલકને ઇજા

- text


મોરબી : રાજકોટ મોરબી હાઇવે ઉપર હીરાપર ગામના પાટિયા નજીક બંધ હાલતમાં ઉભેલા ટ્રકને કન્ટેનરે ઠોકર મારતા ટ્રકને જેક ચડાવી ટાયર બદલી રહેલા ટ્રક ચાલકના પગ ઉપર ટ્રકનો ધરો પડતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર હીરાપર નજીક ટ્રક લઈને જઈ રહેલા કેશોદ ગામના ગોગાભાઇ નાજાભાઇ કોડીયાતર, ઉવ.૩૬ ના ટ્રકનું ટાયર ફાટી જતા રોડ સાઈડમાં ટ્રક રાખી ટાયર બદલવા જેક ચડાવી કામ કરી રહ્યા હતા.

બરાબર આ સમયે રોડ ઉપર પસાર થઈ રહેલા ટ્રક કન્ટેનર નંબર GJ 12 BW 3595 ચાલકે ગોગાભાઈના ટ્રકને ઠોકર મારતા ટ્રકમાં ચડાવેલ જેક છટકી જતા ટ્રકનો ધરો ગોગાભાઈના પગ ઉપર પડતા બન્ને પગના સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

- text

બનાવ અંગે પોલીસ ટ્રક ચાલક ગોગાભાઈની ફરિયાદના આધારે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text