મોરબી શહેર ભાજપ દ્વારા વિવિધ વિભાગોના હોદેદારોની નિમણુંક કરાઈ

- text


મોરબી : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તથા મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઈ મહેતા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મોરબી શહેર ભાજપ્ર પ્રભારી ઘનશ્યામભાઈ ગોહેલ તેમજ રજનીભાઈ સંઘાણી તેમજ જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીઓએ વિચાર-પરામર્શ કરી મોરબી શહેર મંડલના પદાધીકારીઓની નિમણૂક કરવામાં આવે છે.

જેમાં મોરબી શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ આહીર, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ પરમાર અને દિનેશભાઇ રબારી, મોરબી શહેર અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સોલંકી અને ઉપપ્રમુખ ગૌતમભાઈ ચૌહાણ, જયદીપભાઈ બોસીયા, મહેન્દ્રભાઈ કાંટીયા, મોરબી શહેર કિસાન મોરચાના પ્રમુખ નટવરલાલ કંઝારિયા, ઉપપ્રમુખ તરીકે દિનેશભાઇ પરમાર અને રતિલાલ નકુમ, મોરબી શહેર લઘુમતી મોરચાના પ્રમુખ અલીમામદભાઈ ચાનીયા, ઉપપ્રમુખ તરીકે આરીફભાઇ લંજા અને એઝાઝભાઈ ઘાંચીની નિમણુંક કરવામાં આવી છે.

- text

મોરબી શહેર કારોબારી સભ્યો, મોરબી શહેર અન્ય પરપ્રાંતીય સેલ, મોરબી શહેર ચિકિત્સા ડોક્ટર સેલ, મોરબી શહેર સફાઈ કામદાર સેલ, મોરબી શહેર સી.એ. સેલ અને મોરબી શહેર વેપાર સેલના હોદેદારોને જવાબદારી સોંપવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text