દીકરીના કરિયાવરની ચિંતા છોડો, માત્ર રૂ.61 હજારમાં ફર્નિચર, ફ્રીઝ, વોશિંગ મશીન સહિતની 139 વસ્તુઓ

- text


જરૂરિયાતમંદ પરિવારોએ તથા સમૂહ લગ્ન આયોજકોએ કરિયાવર.comની એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દરેક પિતાને પોતાની દીકરીના લગ્ન ધામધુમથી કરાવવાનો હરખ હોય, અને દીકરીને કરિયાવરમાં ઢગલાબંધ વસ્તુઓ આપવાની પણ હોડ હોય તે વાસ્તવિકતા છે. આ માટે પિતા વર્ષોથી બચત પણ કરે છે અને ક્યાંય કચાશ ન રહે તેની ચિંતામાં ગળાડૂબ હોય છે. આવા પિતાની ચિંતા દૂર કરવાનું બીડું મોરબી જિલ્લામાં કરિયાવર.com દ્વારા ઉપાડવામાં આવ્યું છે.

ટંકારાના રણજીતભાઈ ડાંગર દ્વારા સંચાલિત કરિયાવર.com દ્વારા માત્ર રૂ. 61 હજારમાં દીકરીના કરિયાવર માટે 139 વસ્તુઓ આપવામાં આવી રહી છે. જેમાં પલંગ, તિજોરી, સોફાસેટ, ફ્રીઝ/ટીવી, વોશિંગ મશીન/એર કુલર, મીક્ષચર ગ્રાઈન્ડર, પંખો, ખુરશી, ઇસ્ત્રી, ગેસ સગડી, હોટ કોમ્બો સેટ, કુકર, ગાદલું, ઓશીકા, બેડશીટ સેટ, કમ્બલ, પાણીની બોટલ, બાથરૂમ સેટ, સ્ટીલ ડિનર સેટ, કિચન મોલામાઈન પીસ, ટી સેટ, સ્ટીલ ડબ્બા, પ્લાસ્ટિક ચટાઈ, ફ્રીઝ પ્લાસ્ટિક સ્ટેન્ડ, દીવાલ ઘડિયાળ અને બાજોટ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે.

કરિયાવરની આ તમામ વસ્તુઓ જરૂરિયાતમંદ પરિવાર તથા સમૂહ લગ્નના આયોજકો માટે નજીવી કિમતે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જે કોઈ લોકો આ વસ્તુ જોવા આવે તેઓ એ ફોન કરીને અગાઉથી જાણ કરવાની રહેશે. આ ઉપરાંત દીકરીનો પાસપોર્ટ ફોટો તથા એડ્રેસ પ્રુફની નકલ સાથે રાખવાની રહેશે.

સ્થળ :
કરિયાવર.com, લતીપર ચોકડી, મોરબી-રાજકોટ હાઇવે, ગામ- ટંકારા જી.- મોરબી
રણજીતભાઈ ડાંગર મો.નં. 7777919312

- text

- text