મોરબી ભાજપના સ્નેહમિલનની આમંત્રણ પત્રિકામાં અંતે કાંતિલાલ અમૃતિયાનું નામ ઉમેરાયું

- text


 

 

પૂર્વ ધારાસભ્યનું નામ કપાવાથી થયેલા વિવાદને થાળે પાડી દેવાયો

મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત સ્નેહમિલનના કાર્યક્રમની અગાઉ જાહેર થયેલી આમંત્રણ પત્રિકામાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનું નામ કપાતા વિવાદ જાગ્યો હતો. પણ હવે આ વિવાદને થાળે પાડી દેવામાં આવ્યો છે. જેમાં ફરીથી નવી આમંત્રણ પત્રિકા જાહેર કરવામાં આવી છે.જેમાં કાંતિલાલ અમૃતિયાનું નામ ઉમેરીને ઘીના ઠામમાં ઘી પાડી દેવાયું છે.

મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા આગામી 13 નવેમ્બરને શનિવારે નૂતન વર્ષને આવકરવા માટે કાર્યકર્તાઓના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ભાજપ પરિવાર આયોજન આ સ્નેહમિલનના કાર્યક્રમમાં ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. જો આ સ્નેહમિલન કાર્યક્રમની રૂપરેખા સાથેની અગાઉ જે આમંત્રણ પત્રિકા જાહેર કરવામાં આવી હતી.તેમાં ભારે લોકચાહના ધરાવતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલના નામની બાદબાકી કરવામાં આવી હતી.જેથી ભારે વિવાદ થયો હતો.

- text

આ વિવાદને પગલે જે તે વખતે જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, આ આમંત્રણ પત્રિકામાં એકપણ પૂર્વ ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરાયો નથી.પણ ભાજપ સોનો સાથ સૌનો વિકાસમાં માનનારી પાર્ટી હોય એ સૂત્રને સાથે કરીને ફરીથી નવી આમંત્રણ પત્રિકા જાહેર કરવાનો નિર્ણય લીધો હતો અને હવે નવી આમંત્રણ પત્રિકા જાહેર થઈ છે.જેમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉપરાંત ટંકારાના પૂર્વ ધારાસભ્ય બાવનજી મેતાલીયાનું નામ ઉમેરી વિવાદને શાંત પાડી દેવાયો છે.

- text