મોરબી જિલ્લામાં સવા ત્રણ મહિના ગાયબ રહ્યા બાદ ફરી કોરોનાએ દેખા દીધી, રવાપરમાં નોંધાયો કેસ

- text


દિવાળીના તહેવારમાં દક્ષિણ ગુજરાત ફરીને પરત આવેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સતર્ક

છૂટછાટ ગેરફાયદો ઉઠાવવાને બદલે ફાયદો ઉઠાવી લોકોએ હવે પોતાની તથા પોતાના પરિવારની સલામતી માટે સ્વયંભૂ સાવચેતી રાખવી જરૂરી

મોરબી : મોરબી જિલ્લામાં સવા ત્રણ મહિના ગાયબ રહ્યા બાદ ફરી કોરોનાએ દેખા દીધી છે. લાંબા સમય બાદ આજે રવાપરમાં એક કેસ સામે આવ્યો છે. જેમાં એક યુવક દક્ષિણ ગુજરાત ફરીને પરત આવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે.

મોરબી જિલ્લામાં ગત તા. 30/07/21ના રોજ છેલ્લો કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો હતો. 101 દિવસ બાદ આજ રોજ ફરીથી મોરબી જિલ્લામાં કોરોના નો એક નવો કેસ નોંધાયેલ છે. મોરબી તાલુકા ના રવાપર ગ્રામ્ય વિસ્તાર માં રહેતા 42 વર્ષના પુરુષ નો આજ રોજ કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. દિવાળીના તહેવારોમાં દક્ષિણ ગુજરાતમાં ફરવા માટે ગયેલ, અને પરત આવ્યા બાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આજ રોજ દર્દીનું સેમ્પલ લઇ ટેસ્ટીંગ કરતા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

દર્દીએ કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધેલ હોઈ હાલ કોરોનાના કોઈ ગંભીર લક્ષણો કે અસર નથી. જિલ્લામાં ફરી કોરોનાનો કેસ નોંધાતા કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકો તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝમાં બાકી રહેલા તમામ લોકો ને સત્વરે તુરંત પોતાનો વેક્સિન નો ડોઝ મેળવી લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર – મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે એક સમયે મોરબી જિલ્લામાં કોરોનાએ રીતસરનો આતંક મચાવ્યો હતો. અનેક દર્દીઓના જીવ પણ ગયા હતા. આવી વરવી પરિસ્થિતિ વચ્ચે મોરબી જિલ્લાના લોકોએ જાગૃત બની સાવચેતી રાખી કોરોનાએ હરાવ્યો હતો. પણ હવે ફરી બેજવાબદાર બનવું એ કોરોનાને આમંત્રણ આપવા જેવું હોય તો લોકોએ ફરી સજાગ થઈ તમામ સાવચેતી રાખી હવે કોરોના મોરબીમાં પહેલાની જેમ આતંક ન મચાવે તેવા પ્રયાસો કરવા જોઈએ.

મોરબી જિલ્લામાં 1.63 લાખ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી!!

મોરબી જિલ્લામાં કોરોના સામે બાથ ભીડવા માટે આરોગ્ય વિભાગે વેકસીનેશનની કામગીરી તેજ બનાવી છે. પણ ઘણા લોકો વેકસીનેશનને ગંભીરતાથી લેતા ન હોય મોટી સંખ્યામાં લોકોએ વેકસીન લીધી નથી. આરોગ્ય વિભાગમાંથી જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં 1.63 લાખ લોકો એવા છે જેમને પ્રથમ ડોઝ લીધા તેને 85 દિવસ પૂર્ણ થઈ ગયા છે છતાં બીજો ડોઝ લીધો નથી. આવા લોકોએ બીજો ડોઝ તુરંત લઈ લેવો જોઈએ તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text