વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક કારની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ સામે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચવાથી વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતના આ બનાવ અંગે નવાપરા ખડીપરા શેરીમાં રહેતા રમેશભાઈ સવશીભાઈ ઘણાંદીયાએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા સવશીભાઈ ભલાભાઈ ઘણાંદીયા ઉ.વ.૭૨ માર્કેટિંગ યાર્ડ બસસ્ટેન્ડ પાસે રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે ફોરવીલ નંબર GJ-12-DS-3109ના ચાલકે હડફેટે લેતા સવસીભાઈને માથામાં તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે રમેશભાઈ સવશીભાઈ ઘણાંદીયાની ફરિયાદના આધારે ફોરવીલ નંબર GJ-12-DS-3109ના ચાલક વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધી કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text