વર્ષ બદલાયું પણ ટંકારા પંથકમાં ડોકટરના અભાવની પળોજણ યથાવત રહી !

- text


1 લાખની વસ્તી ધરાવતા ટંકારા તાલુકામાં 2006થી એમડી ડોક્ટરનો અભાવ
ડોકટરની નિમણુંક માટે સંબધિત તંત્રની ઘોર લાપરવાહીની સાથે નબળી નેતાગીરીનું ભેદીમૌન પણ જવાબદાર

ટંકારા : સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા તાલુકાની એક લાખની જનતાના લલાટે મહત્વની આરોગ્ય સુવિધાનો અભાવ કાયમ માટે લખાઈ ગયો હોય એમ વર્ષ 2006થી ખાલી રહેલી મહત્વની એમડી ડોક્ટરનો નિમણુંક હજુ સુધી ન કરાતા હજારો ગરીબ દર્દીઓ આરોગ્ય સુવિધાના વાંકે ટળવળી રહ્યા છે. જો કે, વર્ષ બદલાયું છે. પણ ટંકારા પંથકમાં ડોકટરના અભાવની પળોજણ યથાવત રહી છે.

સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા વેદ સહિતની ભારતીય પ્રાચીન પરંપરાને કારણે દેશભરમાં જાણીતું છે. દરરોજ અને વારે તહેવારે હાજરો લોકો ટંકારાની મુલાકાત લેતા હોય છે અને ટંકારા સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ હોવાની સાથે પ્રાચીન સંસ્કૃતિને જીવંત રખાતી હોવાથી ટંકારાને આદર્શવાદી ગણીને દુહાઈ દેવામાં આવે છે. પણ વાસ્તવિક સ્થિતિ જોઈએ તો અહીંની જનતા માટે સમ ખાવા પૂરતીય સુવિધાઓ નથી. એક લાખની વસ્તી વચ્ચે ટંકારામાં સમ ખાવા પૂરતું એક જ સામુહિક આરોગ્ય કેન્દ્ર છે. આ દવાખાનું પણ સારવાર માંગતું હોય તેમ આરોગ્ય સુવિધાના નામે શૂન્ય છે. 2006 થી આ દવાખાનામાં એમડી ડોકટરની નિમણુંક કરાઈ જ નથી. પરિણામે 16-16 વર્ષથી લોકો મહત્વની તબીબી સુવિધાના અભાવે હેરાન પરેશાન થઈ રહ્યા છે.

- text

મહત્વની તબીબી સુવિધા ન હોવાથી બાપડી પ્રજાને મોરબી કે રાજકોટ કે અન્ય શહેરોમાં મોંઘીદાટ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની ફરજ પડે છે. જો કે ટંકારામાં વર્ષોથી ડોક્ટરની નિમણુંક થઈ નથી. તેમાં સંબધિત તંત્રની ઘોર લાપરવાહી અને નબળી નેતાગીરી જવાબદાર છે. ભાજપ હોય કે કોંગ્રેસ. કોઈ પદાધિકારીઓએ ટંકારા તાલુકાને આ આરોગ્ય સુવિધા અપાવવામાં ક્યારેય અવાજ ઉઠાવ્યો જ નથી. પરિણામે લોકો હજુ પણ આરોગ્ય સુવિધાઓ તરસી રહ્યા છે. જ્યારે આ વર્ષે પણ મહત્વની ડોક્ટરની નિમણુંક થશે એવી લોકોને આશા હતી.પણ નૂતન વર્ષ ઉજવાઈ ગયું છતાં હજુ સુધી આ દિશામાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text