હડમતિયા રામજી મંદિરમાં નુતન વર્ષે ભગવાનને અન્નકુટ ધરતા ગ્રામજનો

- text


બપોરના 12 વાગ્યાના ટકોરે મહા આરતી અને શંખનાદથી ભગવાનને જગાડી ગ્રામજનોએ જમાડ્યા

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રીરામ,લક્ષ્મણ,જાનકીજીના વાઘા (કપડા) બદલાવી તેમજ રાધા-ક્રિષ્નાજીને ૫૬ ભોગના અન્નકુટ ધરાવામાં આવ્યા હતા. સાથે આરતીનો લ્હાવો લઈ ગ્રામજનોઅએ આ મહાભોગને એક પાત્રમાં લઈ તમામ ભોગને મિશ્ર કરીને પ્રસાદરૂપે વહેચણી કરવામાં આવી. રામજી મંદિરના પુજારી મનુ ભગતે સૌ કોઈને નવા વર્ષના આશિષ આપ્યા હતા. આ અન્નકુટની તમામ તૈયારીઓ કામરીયા મુળજીભાઈ, મેરજા ઠાકરશીભાઈ, સિણોજીયા રાઘવજીભાઈ, મેરજા પ્રભુભાઈ, સિણોજીયા જાદવજીભાઈ તથા અન્ય ભક્તો દ્વારા કરવામાં આવી હતી.

- text

- text