હવે બીજી વાર મારી સામે આવતો નહિ કહી યુવાનના આંતરડામાં કાણા પાડી દીધા

- text


ટંકારા તાલુકાના ઘુનડા સજનપર ગામના બનાવમાં યુવાનને કારણ વિના છરી ઝીકાઈ

ટંકારા : ટંકારા તાલુકાના ઘુનડા સજનપર ગામે રહેતો યુવાન મજૂરને તેડવા જતો હતો ત્યારે આજ ગામના શખ્સે ગાળો ભાંડી હવે બીજી વાર મારી સામે આવતો નહિ કહી છરીના ઘા ઝીકી દઇ પતાવી દેવાની ધમકી આપતા આ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવો પડ્યો છે.

ટંકારા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ઘુનડા સજનપર ગામે રહેતો મયુરભાઇ જયંતીભાઇ પરેચા પોતાનું મોટરસાયકલ લઈને મજૂરને તેડવા જતો હતો ત્યારે હોળીની ધાર નજીક મેરૂભાઇ વિનુભાઇ પાટડીયા નામના શખ્સે તને બહુ હવા ભરાઈ ગઈ છે તેવું કહી ગાળો ભાંડી હતી અને ગાળો બોલવાની ના પાડતા મેરુએ મયુરને છરીના ઘા ઝીકી દઈ હવે બીજી વાર મારી સામે આવતો નહિ નહિતર પતાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી. છરીથી ઇજાઓ થતા મયુરને આંતરડામાં પંચર પડી જતા રાજકોટ સારવારમાં ખસેડાયો છે.

- text

બનાવ અંગે ટંકારા પોલીસે મયુરની ફરિયાદના આધારે આરોપી મેરુ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૬,૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text