ટંકારા પોલીસનું દિવાળી ફૂટ પેટ્રોલિંગ : લોકોને શુભકામના સાથે સાવધ રહેવા સૂચન

- text


કોરોના કાળમા બજારમાં ભીડ ભાડથી દુર રહેવા અને રોકડને બદલે ડિજિટલ પેમેન્ટ કરવા પ્રોબેશનરી પીઆઇની મહત્વપૂર્ણ સલાહ

ટંકારા : કોરોના મહામારી હળવી બનતા લોકોમાં દિવાળી પર્વ ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહયો છે ત્યારે ટંકારા પોલીસ મથકના પ્રોબેશનરી પીઆઇ એન.એમ.વસાવાએ આજે શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરી લોકોને દિવાળી શુભકામના આપવાની સાથે સાવધાન રહેવા મહત્વપૂર્ણ સલાહ આપી હતી.

ટંકારા પોલીસ દ્વારા જાહેર જનતાને દિવાળી-નુતનવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથે – સાથે દિવાળીના તહેવારમાં મહત્વની બાબતોને ધ્યાનમાં લઇ અને ઉજવણી કરવા સૂચન કરતા જણાવ્યું હતું કે,
દિવાળીના તહેવાર દરમ્યાન બજારોમાં ખરીદી કરતાં સમયે પોતાના સામાનનું પુરતું ધ્યાન રાખો.

બજારમાં રૂપીયાની લેતી-દેતી દરમ્યાન આજુ-બાજુ કોઇ ઇસમ શંકાસ્પદ લાગેતો સાવચેત રહેવું. – ખરીદી દરમ્યાન પોતાની પાસે વધુ રોકડ ન રાખવી જોઇએ તેમજ રોકડ વ્યવહારની બદલે ડીઝિટલ પેમેન્ટનો આગ્રહ રાખવો તેમજ મોબાઇલ પર આવતી લોભાવણી લીંક ખોલવી નહીં તથા OTP નંબર કોઇને આપવો નહીં અને ફ્રોડકોલથી સાવધાન રહેવું.

બજારમાં ખરીદી વખતે ભીડ-ભાડ વાળી જગ્યાએ પોતાના રૂપીયા મોબાઇલ,સોના ચાંદીના દાગીના જેવી કિંમતી ચીજવસ્તુઓનું ધ્યાન રાખવું. અને જો કોઇ શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અથવા પોલીસ હેલ્પ લાઇન નંબર-૧૧૨ ઉપર ફોન કરવો.

ઉપરાંત બજારોમાં ખરીદી દરમ્યાન બીનવારસુ પડેલ કોઇપણ ચીજ વસ્તુને અડકવું નહિં અને કોઇ બીનવારસ વસ્તુ જણાઇ આવે તો પોલીસ નો સંપર્ક કરવો. બજારમાં ખરીદી દરમ્યાન અજાણી વ્યક્તિઓ દ્વારા લોભામણી જાહેરાત કરવામાં આવે અથવા તો કોઇ પણ વસ્તુ ખાવા-પીવાનો આગ્રહ કરવામાં આવેતો લેવી નહિં અને આવી વ્યક્તિ ઉપર વિશ્વાસ મુકવો નહીં.

ખાસ કરીને દિવાળી વેકેસન દરમ્યાન બહાર ગામ જાઓ ત્યારે પોતાના મકાનમાં કિંમતી સામાન ના રાખી આવી વસ્તુઓ સુરક્ષીત જગ્યાએ રાખીને જવું તથા પાડોશીઓ વોચમેનને બંધ મકાન બાબતે અવશ્ય જાણ કરવા અનુરોધ કર્યો હતો.

- text

અંતમાં હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે વધુ ભીડ-ભાડ વાળા બજારોમાં ખરીદી કરવાનું ટાળવું અને ખરીદીમાં જાઓ તો સોશ્યલ ડિસ્ટન્સનું અવશ્ય પાલન કરવું, માસ્ક અવશ્ય પહેરવું તેમજ સરકારની ગાઇડલાઇન
નું અવશ્ય પાલન કરવા પ્રોબેશનરી પીઆઇ એન.એ.વસાવાએ અપીલ કરી હતી.

- text