મોરબી યાર્ડમાં આગ લાગતા 10 હજાર મણ કપાસ ભસ્મીભૂત

- text


કપાસ ભરવા માટે ચાલતા લોડરમાં સ્પાર્ક થતા આગ લાગ્યાનું અનુમાન : એક કલાકથી વધુ સમયથી પાણીનો મારો ચલાવવા છતાં આગ કાબુમાં ન આવી

રાજકોટથી ફાયરબ્રિગેડની ટીમની મદદ મંગાઈ : આગ ઓલવાતા હજુ ત્રણેક કલાક લાગે તેવું અનુમાન

મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે બપોરે બે વાગ્યાના અરસામાં કપાસના જથ્થામાં આગ લાગતા પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને અંદાજે 10 હજાર મણથી વધુ કપાસનો જથ્થો આ આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો. આગ ને કાબુમાં લેવા સતત એક કલાકથી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવા છતાં હજુ આગ કાબુમાં આવી નથી.

પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે બે વાગ્યાના અરસામાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા ઉતારવામાં આવેલ કપાસના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને કપાસના પ્લેટફોર્મ ઉપર પડેલ તમામ જથ્થો આગની ચપેટમાં આવી ગયો હતો.

પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતોનો કપાસ લોડર મારફતે ફેરવવામાં આવી રહ્યો હોય ત્યારે લોડરના જમીન સાથેના ઘર્ષણને કારણે આગ લાગ્યાનું મનાઈ રહ્યું છે. આગ લાગવાની ઘટના અંગે જાણ થતા જ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હ્યો હતો. જો કે, ફાયર બ્રિગેડ દ્વારા એક કલાક જેટલા સમયથી સતત પાણીનો મારો ચલાવવા છતાં હજુ પણ આગ કાબુમાં આવી ન હોય કરોડો રૂપિયાની નુકશાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.

દરમિયાન મોરબી માર્કેટિંગ યાર્ડના મગનભાઈ વડાવિયાના જણાવ્યા મુજબ પાંચથી સાત હજાર મણ કપાસનો જથ્થો સળગી પામ્યો જવા પામ્યો છે અને આગ બેકાબુ હોય રાજકોટથી ફાયર બ્રિગેડની ટીમ બોલાવવામાં આવી છે.હાલમાં મોરબી નગરપાલિકાની ત્રણ ગાડીઓ દ્વારા આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ ચાલુ હોવાનું તેમને ઉમેર્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text