સામુદાયિક ખેત સહકારી મંડળીની જમીનમાં કબજો જમાવનાર પાંચ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

- text


ગિડચ ગામે આવેલી જમીનમાં અડિંગો જમાવનાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ

મોરબી : મોરબી તાલુકા અનુસુચિત જાતિ સમુદાયક ખેતી સહકારી મંડળીની ગિડચ ગામે આવેલી જમીનમાં ગેરકાયદેસર કબજો જમાવી લેનાર પાંચ શખ્સો વિરુદ્ધ અલગ – અલગ બે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબની ફરિયાદ નોંધાઈ છે.

ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા હમીરભાઇ ભાણાભાઇ સારેસાએ મોરબી તાલુકાના ગિડચ ગામે આવેલી મોરબી તાલુકા અનુસુચિત જાતિ સમુદાયક ખેતી સહકારી મંડળીની જમીનમાં ગેરકાયદે કબજો કરનાર (૧) ભાનુભાઇ નારણભાઇ આહીર (૨) સંજયભાઇ ભાનુભાઇ આહીર (૩) અશ્વિનભાઇ ભાનુભાઇ આહીર રહે. બધા ગીડચ વાળાઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ–૨૦૨૦ ની કલમ-૩, ૪(૩), ૫(ગ) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧),(જી).(એફ.) મુજબ ફરિયાદ નોંધાવી છે.

- text

આ ઉપરાંત હમીરભાઇ ભાણાભાઇ સારેસાએ ગિડચ ગામમાં રહેતા
(૧) બુટાભાઇ રત્નાભાઇ કોળી (૨) મનુભાઇ બુટાભાઇ કોળી વિરુદ્ધ પણ છેલ્લા 20 વર્ષથી
મોરબી તાલુકા અનુસસુચિત જાતિ સમુદાયક ખેતી સહકારી મંડળીને કાયદેસર રીતે મળેલ મોરબી તાલુકાના ગીડચ ગામના સર્વે નં.-૬૫/૨ ની હેકટર-૩-૮૪-૪૫ ચો.મી. વાળી સાંથળીની જમીનમાં કબજો જમાવવા બદલ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ–૨૦૨૦ ની કલમ-૩, ૪(૩), ૫(ગ) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૧),(જી).(એફ.) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text