સિરામીક ઉદ્યોગના એન્ટી ડમ્પિંગ ડ્યુટી પ્રશ્ને કેન્દ્રીય વિદેશમંત્રીને રજુઆત

- text


સાંસદ મોહનભાઇ કુંડારિયાને સાથે રાખી સિરામીક એસોસિએશન પ્રમુખ દ્વારા રજુઆત કરાતા સરકાર હકારતમક

મોરબી : જીસીસી દેશોમાં મોરબીના સિરામીક ઉત્પાદનો ઉપર લાદવામાં આવેલી એન્ટી ડમ્પિંગ ડ્યુટી પ્રશ્ને મોરબી સિરામીક એસોસિએશન દ્વારા સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાની આગેવાની હેઠળ કેન્દ્રીય વિદેશમંત્રીને રજુઆત કરવામાં આવતા સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવી પ્રશ્ન ઉકેલવા ખાતરી આપવામાં આવી હતી.

મોરબી સીરામીક એસોસિએશન દ્વારા ગલ્ફ સહિતના જીસીસી દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીથી એક્સપોર્ટમાં પડતી મુશ્કેલી અંગે સાસંદ મોહનભાઈ કુંડારીયાને રજુઆત કરવામાં આવી હતી જે અન્વયે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત અને પરેશ ઘોડાસરાને સાથે રાખીને વિદેશમંત્રી એસ. જયશંકર સાથે ન્યુ દિલ્હી ખાતે ચર્ચા કરવામાં આવી હતી.

- text

આ મહત્વ પૂર્ણ મિટિંગમાં વિદેશમંત્રી એસ.જયશંકર દ્વારા જીસીસી દેશોમાં એન્ટી ડંમ્પીંગ ડ્યુટી અંગે ડીપ્લોમેટીક લેવલે કેન્દ્ર સરકાર દ્વારા નિરાકરણ લાવવા હકારાત્મક વલણ દાખવી આ મહત્વના પ્રશ્ને યોગ્ય નિરાકરણ લાવવા તત્પરતા બતાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text