ઘીયાવડ ગામે દારૂ પ્રકરણમાં પાંચેય આરોપીઓ પાસા તળે જેલ ભેગા

- text


 

મોરબી : વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે ઇંગ્લીંશ દારૂનો જથ્થો પકડાવા પ્રકરણમાં પાંચ શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી લેવાયા બાદ આ પાંચેય વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા એલસીબી ટીમે પાંચેય ઇસમોને અલગ અલગ જેલમાં ધકેલી દેતા બુટલેગર આલમમાં ખળભળાટ મચી ગયો છે.

- text

વાંકાનેરના ઘીયાવડ ગામે વિદેશી દારૂ પ્રકરણમાં પાસા પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબી જે.બી.પટેલ તરફ મોકલતા તેઓએ પાંચેય ઇસમોનાં પાસા વોરંટ ઇસ્યુ કરતા આરોપી સાવજસિંહ વાસુરભાઇ કામળીયા રહે.રાજકોટ વાળાને સાબરમતી જેલ અમદાવાદ, હાર્દિકસિંહ ઉર્ફે હારદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને વડોદરા મધ્યસ્થ જેલ, રવી ઉર્ફે અમીત ગુણાભાઇ કુકડીયાને લાજપોર જેલ સુરત, રાજદિપસિંહ પ્રધ્યુમનસિંહ ઝાલાને ભાવનગર જિલ્લા જેલ અને ભાવેશભાઇ ઉર્ફે ભાવો નાથાભાઇ બાવળીયાને પોરબંદર જિલ્લા જેલ ખાતે મોકલી આપવા હુકમ કરાતા મોરબી એલસીબી, તથા પેરોલ ફર્લો સ્કવોડે અલગ અલગ ટીમો બનાવી પાંચેય ઇસમોને પાસા વોરંટની બજવણી કરી અલગ અલગ જેલમાં મોકલી આપ્યા હતા.

આ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઇ એન.બી.ડાભી, ASI રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, કૌશિકભાઇ મારવણીયા, HC દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ મૈયડ, શકિતસિંહ ઝાલા, ચંદુભાઇ કાણોતરા, પૃથ્વિસિંહ જાડેજા, નિરવભાઇ મકવાણા, ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, ફુલીબેન તરાર, PC દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, બ્રિજેશ કાસુન્દ્રા નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ જીલરીયા, વિક્રમભાઇ કુંગસીયા, અશોકસિંહ ચુડાસમા, હરેશભાઇ સરવૈયા, રણવિરસિંહ જાડેજા, સતિષભાઇ કાંજીયા તથા બકુલભાઇ કાસુન્દ્રા વગેરેએ કરી હતી.

- text