મકાનની દિવાલના ડિમોલિશન મામલે હળવદ ચીફ ઓફિસર પીએસઆઇ નિર્દોષ

- text


વર્ષ 2008માં ડિમોલિશન મામલે નામદાર અદાલતનો મહત્વનો ચુકાદો

હળવદ : હળવદ ખાતે મકાનની ગેર કાયદેસર દીવાલના ડીમોલેશન મુદ્દે ચીફ ઓફીસર અને પીએસઆઈ વિરુદ્ધ નોંધાયેલ કેસ ચાલી જતા નામદાર અદાલતે બન્ને અધિકારીઓને નિર્દોષ છોડી મુકવા આદેશ આપ્યો છે.

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2008માં હળવદના જંગરીવાસ વિસ્તારમાં રહેતા કાસમભાઈ જંગરીએ રહેણાંક મકાનની ગેરકાયદે દીવાલ ઉભી કરતા અનેક ફરિયાદો આવી હતી જેને પગલે પાલિકાએ વિધિવત નોટિસ આપવા છતાં બાંધકામ ચાલુ રખાતા આખરી નોટિસ બાદ પાલિકા દ્વારા ડીમોલેશન કરવામાં આવેલ હતું જે બાદ નગર પાલિકાના તત્કાલીન ચીફ ઓફીસર
જે.ટી.પટેલે અને તત્કાલીન પોલીસ અધિકારી એસ.જી.બરોચિયા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી.

- text

આ અંગેનો કેસ આજે હળવદની કોર્ટમાં ચાલી જતા એડી.ચીફ.જ્યુડી.મેજી.આર.એમ.કલોત્રા સાહેબે વકીલ પિયુષભાઈ દવેની ધારદાર દલીલ અને પુરાવાઓ ધ્યાને લઇ બન્ને અધિકારીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો.

- text