ટંકારા તાલુકામાં ન્યુમોકોકલ વેક્સિનેશનનો આરંભ

- text


ટંકારા : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બાળકો માટેની “ન્યુમોકોકલ કોજુગેટ” વેક્સિન હવે સાર્વત્રિક રસીકરણ માટે વિનામુલ્યે દરેક આરોગ્ય સેન્ટરમાં ઉપલબ્ધ બની છે. ટંકારા તાલુકાના હડમતિયા અને લજાઈ આરોગ્ય સેન્ટરમાં સામાજિક કાર્યકરો ગૌતમભાઈ વામજા અને રમેશભાઈ ખાખરીયા દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું હતું. તેમજ ટંકારા તાલુકાના ટંકારા અને ઓટાળા ખાતે પણ આરંભ કરવામાં આવ્યો હતો.

આ રસી કુમળી વયના બાળકોને ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી વેક્સિન છે. જે બાળકોને પ્રથમ ડોઝ 6 અઠવાડીયા, બીજો ડોઝ 14 અઠવાડીયા બાદ તેમજ ત્રીજો બુસ્ટરડોઝ 9 મહિના બાદ આપવામાં આવશે. આમ સંપુર્ણ રસીકરણ બાળકને ગંભીર બિમારીથી બચાવશે. આ ડોઝ ટી.બી.,પોલિયો, ડિપ્થેરીયા, હેપેટાઈટીસ-B, પટર્યૂસિસ, ટેટનેસ, હિબ ન્યુમોનિયા અને મેનિન્જાઈટિસ, મિઝલ્સ રૂબેલા, ટોટા વાયરસ (ઝાડા) જેવી અનેક ગંભીર બિમારીથી આપના બાળકને સ્વસ્થ રાખશે. બજારમાં મળતી આ વેક્સિન આશરે 2200 રૂપિયા જેવો ખર્ચ થાય છે, જે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વિનામુલ્યે હેલ્થ સેન્ટરો પર મળશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાના માર્ગદર્શન હેઠળ ટંકારા ખાતે જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. આ તકે સરપંચ દિનેશભાઇ વાઘરીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. આશિષ સરસાવાડિયા, મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા, તાલુકા હેલ્થ વિઝીટર ભાવનાબેન પટેલ હાજર રહેલ હતા. તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સાવડીના ઓટાળા ગામે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરિયાં દ્વારા આ વેક્સિનનો આરંભ કરાવવામાં આવ્યો હતો. આ તકે ઓટાળાના સરપંચ વર્ષાબેન અશ્વિનભાઈ દેસાઈ, પ્રભુભાઈ કામરિયાં, તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ કે. પટેલ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર યોગીરાજ ધાંધલિયા, ફિમેલ હેલ્થ વર્કર ભૂમિકા જામરીયા તથા આંગણવાડી વર્કર બહેનો હાજર રહ્યા હતા.

- text

આ ઉપરાંત, ટંકારા તાલુકાના લજાઈ પી.એચ.સી. સેન્ટર અને હડમતિયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં તા. 20/10/2021 બુધવારના રોજ મમતા દિવસ નિમિત્તે “ન્યુમોકોકલ કોજુગેટ” નામની બાળકોની વેક્સિનનુ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા અને હડમતિયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના આરોગ્ય સંજીવની સમિતિ સદસ્ય અને સામાજિક કાર્યકર રમેશભાઇ ખાખરીયા દ્વારા રસીકરણનું ઓપનિંગ કરવામા આવ્યું હતું. આ પ્રસંગે લજાઈ ખાતે આરોગ્યકર્મી FHW પિનલબેન સંઘાણી, MPHW મિતુલભાઈ દેસાઈ તેમજ હડમતિયા FHW ભાવનાબેન જોગીયા, MPHW ઈસ્માઈલભાઈ કડીવાર, CHO તજમીનબેન ગઢવાળા તેમજ આશાવર્કરો મોરબી જીલ્લા પંચાયતના અધિકારીઓની અને આરોગ્ય ચેરમેન હિરાલાલ ટમારીયાની સુચનાથી હાજર રહ્યાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text