શક્ત શનાળામાં કાલે શરદપૂનમ નિમિત્તે હવન કરાશે

- text


ઝાલા રાજપૂત સમાજ દ્વારા આયોજન

મોરબી : મોરબી તથા ટંકારા તાલુકામાં વસતા ઝાલા રાજપૂત સમાજ તરફથી શક્ત શનાળા મુકામે છેલ્લા 32 વર્ષથી શરદપૂનમનાં પવિત્ર દિવસે હવન-યજ્ઞાદિ યોજવામાં આવે છે. પરંપરા મુજબ આ વર્ષે તા. 20ને બુધવારે શરદ પૂર્ણિમાનાં રોજ 33મા હવન યજ્ઞાદિનું આયોજન કરેલ છે.

જેમાં યજમાન પદે અર્જુનસિંહ વનરાજસિંહ ઝાલા સાદુળકા (તારાપર), અજયસિંહ પ્રવિણસિંહ ઝાલા નસીતપર અને ધર્મેન્દ્રસિંહ દાનુભા ઝાલા રાપર બિરાજશે. યજ્ઞવિધિ તા. 20ને બુધવારના સવારે 7-30થી 12-30 કલાકે શક્તિ માતાનું મંદિર, શક્ત શનાળા ખાતે રાખેલ છે.

- text

કોરોનાના લીધે ધર્મસભા અને પ્રસાદ મોકુફ રાખેલ છે. ભાવિકો માતાના દર્શન અને હવન દર્શનનો લાભ લઇ શકાશે. તેમ આદ્યશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ બાપાલાલસિંહ ઝાલા, ઉપપ્રમુખ લાલુભા ઝાલા અને મંત્રી યુવરાજસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text