મોરબીમાં મેડિકલ સ્ટુન્ડન્ટ્સ દ્વારા અનાથાશ્રમમાં કિશોરીઓ માટે હેલ્થ અવેરનેસ સેમિનાર

- text


મોરબી : મોરબીમાં મેડિકલ સ્ટુન્ડન્ટ્સ દ્વારા અનાથાશ્રમમાં કિશોરીઓ માટે હેલ્થ અવેરનેસ માટેનો સેમિનાર યોજાયો હતો.

ગત તારીખ 16/10/2021 ના રોજ મોરબીના મેડિકલ અને પેરામેડીકલ સ્ટુડન્ટસ એસોસિએશન ELIXIR દ્વારા અનાથાશ્રમની મુલાકાત કરવામાં આવી હતી. મોરબીમાં શોભેશ્વર રોડ પર આવેલા અને વિકાસ વિદ્યાલયના નામથી ચાલતા બાળાઓ માટેના અનાથાશ્રમમાં તબીબી વિદ્યાર્થીઓ પહોંચ્યા અને હેલ્થ અવેરનેસ માટેનો સેમિનાર ગોઠવ્યો હતો. જેમાં કિશોરીઓને માસિક સ્ત્રાવને લગતી સમસ્યાઓ અને તેના સમાધાન વિશે સમજણ પુરી પાડી હતી. તેમજ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે બાળાઓને કપડાં વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ELIXIR 2K21 દ્વારા થનારા આવા ઉમદા સામજિક કાર્યોમાં જોડાવા માટે મો. 98257 75072 અથવા 97377 21098 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text