ફેકટરીમાં કામ કરતી વખતે ઈલેકટ્રીક શોકથી શ્રમિકનું મોત

- text


મોરબીના ખાખરાળા ગામે આવેલ ઉમા ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં બનેલી ઘટના

મોરબી : મોરબીના ખાખરાળા ગામે આવેલ ઉમા ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં કામ કરતી વખતે ઈલેકટ્રીક શોકથી શ્રમિકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ કરુણ ઘટનાથી હતભાગી શ્રમિકના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ખાખરાળા ગામે આવેલ ઉમા ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા દિનેશભાઈ કેરમસીંહ કલેશ (ઉવ.૨૨) નામના શ્રમિક યુવાનને ગઈકાલે તા.૧૬ ના રોજ આ કરખાનામાં ઈલેકટ્રીક શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં હતભાગી શ્રમિકના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે હાલ આ બનાવની અકસ્માતે મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text