બરવાળા ગામે 20મીએ રાસ-ગરબા : વિજુડી અને તેની ટીમ કરશે જમાવટ

- text


 

મોરબી : મોરબીના બરવાળા ગામે નીરાધાર ગૌ માતાના લાભાર્થે બરવાળીયા બાલાજી ગૌ સેવા મંડળ દ્વારા શરદ પૂનમે તા.20ને બુધવારના રોજ રાત્રે 8:30 કલાકે ઉમિયા માતાજીના રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ યુટ્યુબમાં જાણીતી બનેલી વિજુડી અને તેની ટીમ પણ ખાસ પધારવાની છે. તેઓ અહીં ઉપસ્થિત સૌને પેટ પકડીને હસાવવાની છે. તો આ કાર્યક્રમમાં પધારવા માટે સમસ્ત બરવાળા ગામ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text