મોરબીના વિરાટનગરમાં વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ યોજાયો

- text


દશેરા નિમિત્તે સમસ્ત વડસોલા પરિવાર દ્વારા યજ્ઞ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં તેજસ્વી તારલાનું સન્માન કરાયું

મોરબી : મોરબીના વિરાટનગર (રંગપર) ખાતે આવેલ બુટભવાની મંદિર ખાતે સમગ્ર વડસોલા પરીવાર દ્વારા દર વર્ષે દશેરાના તહેવાર નિમિત્તે પંચકુંડી યજ્ઞ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના કાળના કારણે છેલ્લા બે વર્ષથી યજ્ઞવિધિ થઈ શકી ન હતી પણ ચાલુ વર્ષે યજ્ઞનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે દશેરા નિમિત્તે સમસ્ત વડસોલા પરિવાર દ્વારા યજ્ઞ અને સ્નેહ મિલન કાર્યક્રમમાં તેજસ્વી તારલાનું સન્માન કરાયું હતું.

પંચકુંડી યજ્ઞમાં બ્રહ્મદેવ યતીનભાઈ દવેના શાસ્ત્રી સ્થાને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા મંત્રોચ્ચાર સાથે ભવ્ય અને દિવ્ય યજ્ઞ સંપન્ન થયો હતો. જેમાં વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧ માં ધો.10 અને 12 તેમજ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટમાં પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાનું સન્માન કરાયું હતું. ધો.10 માં ખુશી પરેશભાઈ, દિવ્ય રમેશભાઈ, એકતા હસુમખભાઈ,પલક રાજેશભાઈ સંજના હિતેશભાઈ, જાનવી હસમુખભાઈ, ધો.12 માં નેહા સુરેશભાઈ, એકતા રાજેશભાઈ ભવ્ય ધનજીભાઈ, નમન જગદીશભાઈ, નિટ એક્ઝામમાં આર્ય ભરતભાઈ, ભવ્ય જયનભાઈ, કમ્પ્યુટર એન્જિનિયર બંસી પરેશભાઈ, બી.એસ.સી.માં મિત ગુણવંતભાઈ, યુક્તિ વિજયભાઈ, સિવિલ એન્જિનિયરમાં કિશન સુરેશભાઈ ક્રિશ્ના ભરતભાઈ બી.એસ.સી. બાયોટેક, ડો. હિતારથી દિનેશભાઈ MBBS ડો.પ્રેક્ષા તરુણભાઈ M.D.ડો. તરુણ દિનેશભાઈ વડસોલા M.S.વગેરે તેજસ્વી તારલાનું અદકેરું સન્માન કરાયું હતું.તેમજ કોમનમેન ફાઉન્ડેશન આયોજિત આદર્શ માતા કસોટીમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ અને કિંજલબેન જગદીશભાઈ વડસોલાનું પણ આ તકે સન્માન કરાયું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text