MCX વિક્લી રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ.1,089 અને ચાંદીમાં રૂ.1,629નો ઉછાળો

- text


મેટલડેક્સ ફ્યુચર્સ અને સીપીઓના વાયદાઓમાં નોંધાયું ઉચ્ચતમ ટર્નઓવર
ક્રૂડ તેલમાં વૃદ્ધિ : એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 240 પોઈન્ટ : કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા : કપાસ, રબરમાં સુધારો : મેન્થા તેલ, સીપીઓમાં નરમાઈનો માહોલ
બુલડેક્સ ફ્યુચર્સમાં 372 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 744 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 8 થી 13 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન 20,99,924 સોદાઓમાં કુલ રૂ.1,72,329.99 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 372 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 744 પોઈન્ટ તેમ જ એનર્જીનો સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 240 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

દરમિયાન, સપ્તાહના અંતે બુધવારે ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાઓમાં જ્યારથી સીટીટી લાગુ થયો ત્યારથી અત્યાર સુધીમાં રૂ.1,109.43 કરોડનું ઉચ્ચતમ ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ મેટલડેક્સ વાયદામાં તેના પ્રારંભથી અત્યાર સુધીમાં રૂ.318 કરોડનું રેકોર્ડ ટર્નઓવર થયું હતું અને મેટલડેક્સ 17062.90ના ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો હતો. આ ઉપરાંત મેટલડેક્સના વાયદાઓમાં 83,400 યુનિટ્સનો ઉચ્ચતમ ઓપન ઈન્ટરેસ્ટ પણ નોંધાયો હતો.

સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,84,351 સોદાઓમાં કુલ રૂ.42,934.91 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.46,861ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.47,999 અને નીચામાં રૂ.46,854 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,089 વધી રૂ.47,916ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.768 વધી રૂ.38,422 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.85 વધી રૂ.4,750ના ભાવે બંધ થયો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,740ના ભાવે ખૂલી, રૂ.1,016 વધી રૂ.47,753ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.60,991 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,200 અને નીચામાં રૂ.60,910 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.1,629 વધી રૂ.62,887 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,595 વધી રૂ.63,079 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,570 વધી રૂ.63,064 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 1,44,208 સોદાઓમાં રૂ.26,705.26 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.85 વધી રૂ.245.95 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.22.20 વધી રૂ.282ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.34.30 વધી રૂ.759.05 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.44.7 વધી રૂ.1,478.70 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.182ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 5,68,874 સોદાઓમાં કુલ રૂ.49,161.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,880ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,193 અને નીચામાં રૂ.5,880 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.202 વધી રૂ.6,062 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.50 ઘટી રૂ.417.50 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 19,228 સોદાઓમાં રૂ.2,586.38 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,619ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1709 અને નીચામાં રૂ.1619 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.36 વધી રૂ.1,647 બંધ થયો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,148 અને નીચામાં રૂ.16,661 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.88 વધી રૂ.16,954ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,143ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1170.20 અને નીચામાં રૂ.1106 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.33.10 ઘટી રૂ.1116.30 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15.40 ઘટી રૂ.917.60 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.150 ઘટી રૂ.29,770 બંધ થયો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં એમસીએક્સ પર 1,38,764 સોદાઓમાં રૂ.19,521.25 કરોડનાં 41,317.644 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 6,45,587 સોદાઓમાં કુલ રૂ.23,413.66 કરોડનાં 3,769.969 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.3,165.25 કરોડનાં 1,29,935 ટન, જસતના વાયદાઓમાં રૂ.3,870.59 કરોડનાં 1,42,590 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.11,136.57 કરોડનાં 1,50,7900 ટન, નિકલના વાયદાઓમાં રૂ.7,493.93 કરોડનાં 50,431.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,038.92 કરોડનાં 56,885 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 2,30,566 સોદાઓમાં રૂ.21,534.53 કરોડનાં 3,56,03,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 3,38,308 સોદાઓમાં રૂ.27,626.52 કરોડનાં 66,40,77,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 74 સોદાઓમાં રૂ.2.93 કરોડનાં 352 ટન અને કોટનના વાયદાઓમાં 7,382 સોદાઓમાં રૂ.672.01 કરોડનાં 221250 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 708 સોદાઓમાં રૂ.28.32 કરોડનાં 303.84 ટન, રબરના વાયદાઓમાં 88 સોદાઓમાં રૂ.1.56 કરોડનાં 92 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 10,976 સોદાઓમાં રૂ.1,881.56 કરોડનાં 1,65,330 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,329.974 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 592.827 ટન, એલ્યુમિનિયમમાં 15,465 ટન, જસત વાયદામાં 14,060 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 14,1700 ટન, નિકલ વાયદામાં 2,662.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,035 ટન, ક્રૂડ તેલમાં 9,02,800 બેરલ અને નેચરલ ગેસમાં 81,27,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 128 ટન, કોટનમાં 121600 ગાંસડી, મેન્થા તેલમાં 459.72 ટન, રબરમાં 59 ટન, સીપીઓમાં 61,330 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 22,647 સોદાઓમાં રૂ.1,902.86 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 8,580 સોદાઓમાં રૂ.666.27 કરોડનાં 9,466 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 11,056 સોદાઓમાં રૂ.993.26 કરોડનાં 11,853 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 3,011 સોદાઓમાં રૂ.243.33 કરોડનાં 3,075 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,558 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,668 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 121 લોટ્સના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ ઓક્ટોબર વાયદો 13,928ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,290 અને નીચામાં 13,918ના સ્તરને સ્પર્શી, 372 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 330 પોઈન્ટ વધી 14,258ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,360ના સ્તરે ખૂલી, 744 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 780 પોઈન્ટ વધી 17,056ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો નવેમ્બર વાયદો 6,300ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં 6,476 અને નીચામાં 6,236 બોલાઈ, સપ્તાહ દરમિયાન 240 પોઈન્ટની મૂવમેન્ટ સાથે, સપ્તાહના અંતે 154 પોઈન્ટ વધી 6,349ના સ્તરે બંધ થયો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 5,60,616 સોદાઓમાં રૂ.49,039.53 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,488.27 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.645.06 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.45,893.62 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text