મહેન્દ્રનગરથી હળવદ ફોરટ્રેક રોડનું કામ સત્વરે ચાલુ કરવાનો આદેશ

- text


 

મંત્રી બ્રિજેશ મેરજાએ સિરામીક એશોસીએસન તેમજ બંને રોડના ઉધોગકારો તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે મીટીંગ કરીને સૂચના આપી

મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા મહેન્દ્રનગરથી હળવદ ફોરટ્રેક રોડનું કામ અગાઉ મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે આ કામ ઝડપથી શરૂ કરવા માટે આજે મંત્રી બ્રિજેશ મેરજાએ સિરામીક એશોસીએસન તેમજ બંને રોડના ઉધોગકારો તથા માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે મીટીંગ યોજી હતી અને મહેન્દ્રનગરથી હળવદ ફોરટ્રેક રોડનું કામ સત્વરે ચાલુ કરવાનો આદેશ આપ્યા છે.

- text

આજે ગાંધીનગર ખાતે મહેન્દ્રનગરથી અણીયારી, પીપળી રોડ તથા મહેન્દ્રનગરથી હળવદ ફોરટ્રેક રોડ જે મંજુર થયેલ છે. તેનુ ફોલોઅપ તથા ટેકનીકલ ચર્ચા કરવા માટે રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સિરામીક એશોસીએસન તેમજ બંને રોડના ઉધોગકારો તથા માર્ગ અને મકાન વિભાગ ના અધિકારી એન.કે.પટેલ સાથે સંયુક્ત મીટીંગનુ આયોજન કર્યું હતું.જેમા સાંસદ મોહનભાઇ કુંડારીયા તથા જયંતિભાઇ કવાડીયાની ઉપસ્થિતીમા આ બંને રોડમા રોડની તાકાત, પાણીના નિકાલ તેમજ વધુ ખરાબ થતા રસ્તાની જગ્યાએ સીસી રોડ તથા જરૂર જણાય ત્યા સર્કલ વગેરે ટેકનીકલ બાબતોની ચર્ચાઓ કરીને જે તે વિભાગોને આ રોડ સત્વરે ચાલુ થાય તે માટે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જરૂરી સુચનાઓ આપી હતી. આ મીટીગમા સીરામીક એશોસીએશનના ચારેય પ્રમુખ મુકેશ કુંડારીયા, નિલેષ જેતપરીયા , વિનોદ ભાડજા તેમજ કીરીટ પટેલ તેમની ટીમ સાથે જોડાયા હતા.

- text