મોરબીમાં લાયન્સ કલબ દ્વારા લાયન્સનગર પ્રાથમિક શાળામાં આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીની લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળામાં લાયન્સ કલબ – મોરબી સીટી આયોજિત બાળકોની આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો.

મોરબીમાં શનાળા રોડ પર લાયન્સનગર (ગોકુળ) પ્રાથમિક શાળામાં લાયન્સ કલબ – મોરબી સિટીના સૌજન્યથી શાળાના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. આ હેલ્થ ચેક-અપ કેમ્પમાં ડૉ. નિલેશભાઈ ભાડજા (માધવ ક્લિનીક) અને ડૉ. ધારવીબેન લોરીયાએ બાળકોના આરોગ્યની તપાસણી કરી અને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે લાયન્સકલબના રિજિયોનલ સેક્રેટરી રમેશભાઈ રૂપાલાએ કલબના સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમોનો પરીચય કરાવ્યો હતો. પ્રમુખ ટી.સી. ફુલતરિયા એ પ્રાસંગિક ઉદ્દબોધન, સેક્રેટરી કેશુભાઈ દેત્રોજાએ કલબની વિવિધ સેવાઓની વાત કરી હતી. આ પ્રસંગે ખજાનચી નાનજીભાઈ મોરડીયા, લાયન્સ પરસોત્તમ કાલરીયા ઉપરાંત સ્કૂલ smc ના અધ્યક્ષ રાજેશભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

આ સ્કૂલના આચાર્ય ડૉ. અમૃત કાંજિયાએ સ્વાગત સત્કાર અને મગનભાઈ મોરડીયાએ શુભારંભ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. શાળાના સ્ટાફગણ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પમાં શાળાના દોઢસો વિધાર્થીઓએ લાભ લીધો હતો. જરૂર મુજબ સામાન્ય દવાઓ કલબના સહકારથી આપવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text