પેટા ચૂંટણી : ત્રાજપર બેઠક પર 54.94 ટકા અને રણછોડગઢ બેઠક પર 79.72 ટકા મતદાન

- text


મોરબી તાલુકા પંચાયતની ત્રાજપર બેઠક અને હળવદના રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન

મોરબી : મોરબી તાલુકા પંચાયતની ખાલી પડેલી ત્રાજપર બેઠક અને હળવદના રણછોડ ગઢની બેઠક માટે આજે પેટા ચૂંટણી યોજાઈ હતી અને આજે સાંજે 6 વાગ્યે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં આ પેટ ચૂંટણી સંપન્ન થઈ હતી.જેમાં ત્રાજપર બેઠક પર 54.94 ટકા અને રણછોડગઢ બેઠક પર 79.72 ટકા જેવું જંગી મતદાન થયું હતું.

મોરબી તાલુકા પંચાયતની ખાલી પડેલી ત્રાજપર-2 સીટ અને હળવદ તાલુકાના રણછોડ ગઢ બેઠકની આજે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બન્ને બેઠકો માટે આજે સવારે સાત વાગ્યાથી તમામ મતદાન બુથ ઉપર પોલીસની સજ્જડ સુરક્ષા વ્યવસ્થા સાથે ચૂંટણી સ્ટાફ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાન બુથ ઉપર સવારથી મતદારોનો ઘસારો રહ્યો હતો. જો કે શરૂઆતથી ત્રાજપર બેઠક કરતા રણછોડગઢ બેઠક ઉપર મતદારોનો પ્રવાહ વધુ રહ્યો હતો અને મતદરોએ ઉત્સાહભેર મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. મતદારોના ઉત્સાહને કારણે રણછોડગઢ બેઠક ઉપર આજે 79.72 ટકા જેવું જંગી મતદાન થયું હતું.

- text

રણછોડ ગઢ બેઠક કરતા ત્રાજપર બેઠક ઉપર મતદાન ઘણું જ ઓછું નોંધાયું હતું.જેમાં ત્રાજપર બેઠક ઉપર 54.94 ટકા જેવું જ મતદાન થયું હતું. કુલ 5275 મતદારોમાંથી 2898 મતદારોએ મતદાન કર્યું હતું.એકંદરે આ પેટા ચૂંટણી શાંતિપૂર્ણ મહોલમાં સંપન્ન થઈ હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

- text