ગોલ્ડન જવેલર્સના “ધ વેડિંગ ફેસ્ટિવલ”ને પ્રથમ દિવસે જ ભવ્ય પ્રતિસાદ, એક્ઝિબિશન હજુ બે દિવસ ચાલશે

- text


 

  • પોલકી અને રિયલ ડાયમંડ જવેલરીનું નવા કોન્સેપ્ટ સાથેનું કલેક્શન ખરીદવાનો સુવર્ણ અવસર

  • ઇડન હિલ્સ ખાતે આયોજિત એક્ઝિબિશન તા. 5 ઓક્ટોબર સુધી ચાલશે, એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) :વિશ્વપ્રસિદ્ધ ગોલ્ડન જવેલર્સ દ્વારા મોરબીના ઇડન હિલ્સ ખાતે ધ વેડિંગ ફેસ્ટિવલ-2021નો આજથી ધમાકેદાર પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને આજે પ્રથમ દિવસે જ ભવ્ય પ્રતિસાદ મળ્યો છે. જો કે મોરબીવાસીઓને અત્યાર સુધી ન જોય હોય તેવી પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટ સાથેની મનમોહક જવેલરી ખરીદવાનો અવસર હજુ બે દિવસ મળવાનો છે. તો આ એક્ઝિબિશનની વહેલાસર મુલાકાત લઈને મનપસંદ જવેલરીની ખરીદી કરવાનો લ્હાવો ચૂકતા નહિ.

મોરબીના આંગણે ઇડન હિલ્સ ખાતે તા. 3, 4 અને 5 ઓક્ટોબર એમ ત્રણ દિવસ ગોલ્ડન જવેલર્સના ધ વેડિંગ ફેસ્ટિવલ-2021નું આયોજન કરવામાં આવ્યું છે.આ એક્ઝિબિશનનો આજથી પ્રારંભ થયો છે. જેમાં આજે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઈને મનભરીને જવેલરીની ખરીદી કરી હતી. આ એક્ઝિબિશનમાં મોરબીમાં સૌ પ્રથમવાર પોલકી અને રિયલ ડાયમંડની નવા કોન્સેપ્ટની આકર્ષક જવેલરી રજૂ કરવામાં આવી છે. જેમાં સેટ, પેન્ડલ સેટ, કડા, રિંગ, વોચ અને પાટલાની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે.

આ સાથે ટ્રેડિશનલ એટલે કે રજવાડી જવેલરી પણ એક્ઝિબિશનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથોસાથ અહીં ડેઇલી વેર માટે રોઝ ગોલ્ડનું કલેકશન જેમાં ચેઇન, પેન્ડલ, બુટી, કડા, રિંગ તેમજ ડેલીકેટ ઇટાલિયન સેટ સહિતની અનેક વેરાયટી છે.આ એક્ઝિબિશનની ખાસ વાત એ છે કે અહીંથી ખરીદેલા તમામ આભૂષણો ઉપર લાઈફ ટાઈમ ફ્રિ સર્વિસ પણ મળે છે.

- text

ઉલ્લેખનીય છે કે સુરતના ગોલ્ડન જવેલર્સ દ્વારા રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં સમયાંતરે એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવે છે. મોરબીમાં મહિને તથા દોઢ મહિને એક્ઝિબિશન યોજવામાં આવે છે. પણ છેલ્લા અઢી મહિનાથી એક્ઝિબિશન યોજાયું ન હતું. જેથી ઘણા લાંબા સમય બાદ હવે એક્ઝિબિશનનો લાભ મોરબીવાસીઓને મળ્યો છે.આ એક્ઝિબિશન 3 ઓક્ટોબરથી ઇડન હિલ્સ ખાતે શરૂ થઈ ગયું છે. હવે તા.5 સુધી જ એક્ઝિબિશન ચાલવાનું છે.જેનો સમય સવારે 10:30થી સાંજે 8 વાગ્યા સુધીનો છે. તો એક વખત અવશ્યપણે મુલાકાત લ્યો. એક્ઝિબિશનની વધુ માહિતી માટે મો.9825645999 / 9825675999 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text