ભાજપ પોતાની વાહવાહી માટે પ્રજાના ટેક્સના પૈસે જન આશીર્વાદ લેવા નીકળ્યું છે : જયંતીભાઈ પટેલ

- text


સારા કામ કર્યા હોય તો પ્રજા સ્વેચ્છાએ આશીર્વાદ આપે, પરાણે લેવા ન જવું પડે : કોંગી નેતાના શાબ્દીક પ્રહારો

મોરબી : ભાજપની જન આશીર્વાદ યાત્રા સંદર્ભે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ દ્વારા ભાજપ ઉપર શાબ્દીક પ્રહારો કરી અનેક આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું કે ભાજપની સરકાર પ્રજાના પૈસે જન આશીર્વાદ યાત્રા કરવા નીકળી પડી છે. પહેલા કેન્દ્ન મંત્રી અને હવે ગુજરાતના બિન લોકશાહી ઢંગે ચુંટાઈ પક્ષ પલટો કરનાર મંત્રીઓ પ્રજાની પીડા દૂર કરવાને બદલે પોતાની વાહવાહી માટે પ્રજાના ટેક્સના પૈસાથી જન આશીર્વાદ લેવા નીકળ્યા છે. એ શરમ જનક છે, કંઈ તો શરમ કરો. પ્રજા તમારા શાસનથી અને વહીવટથી કેટલી પરેશાન છે .

વધુમાં તેઓએ કહ્યું કે આજ મોરબી જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ વણસી ગયેલ છે દીન દહાડે ખૂન, મારામારી, લુંટ જેવા બજબરોજ બનાવો બને છે. લોકો ભયભિત છે. ગુજરાતની પ્રજા મોંઘવારીથી પરેશાન છે. ડીઝલ ,પ્રેટોલ, ગેસના ભાવ આસમાને છે. મોરબી શહેર , તાલુકા , જિલ્લામાં સોસાઈટીના રોડ, કારખાને જવાના રસ્તાનું વર્ણન ન થાય એવી બિસ્માર હાલતમાં છે. કરોડો,અબજોના ટેક્સ ભરવા છતાં મોરબીમાં લોકોને સવલતોનું નામ નિશાન નથી.

રોજ માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા ઉદભવી રહી છે. કોરોના સમયમાં લોકો સારવાર માટે આમ તેમ દોડતા હતા. હોસ્પિટલ, બેડ, ઇન્જેક્શન મળતા નહોતા ત્યારે તમે ક્યાં ગયા હતા ? એક પ્રજાના પ્રતિનિધિ તરીકે તમો તમારા મત વિસ્તારમાં કોરોનાના કપરા સમયમાં ગુમ હતા. પ્રજા તમામ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. મોરબી વિધાનસભાની પેટા ચુંટણી બાદ એક વર્ષમાં સીએનજી ગેસમાં પ્રતિ ક્યુબિક મીટર રૂપિયા 14નો ભાવ વધારો કરી સિરામિક ઉદ્યોગને મરણ પથારીમાં લઈ આવવામાં આવી છે.

- text

ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા મોલ ને કેનાલ આધારીત પાણીની જરૂર હતી ત્યારે સરકાર દ્વારા સિંચાઇનું પાણી ન આપતા ખેડૂતોનો મોલ સુકાઈ ગયો. ક્ચ્છના મુદ્રા ખાતે અદાણી બંદરે કરોડો રૂપિયાનું ડ્રગ પકડાયું આવા નસાનો કારોબાર પકડાયો તે ગુજરાતના યુવાધનને અંધકારમાં ધકેલવા માટે શું તમે આ યાત્રા લઇ નીકળ્યા છો ? યુવાનો બેરોજગાર છે, પ્રજા પરેશાન છે અને તમે પરાણે પ્રજાના આશીર્વાદ લેવા પ્રજાના ટેક્સના પૈસે તાયફા કરો છો. તમોએ સારા કામ કર્યા હોય તો પ્રજા સ્વેચ્છા એ આશીર્વાદ આપે ,પરાણે લેવા ન જવું પડે, માટે પ્રજાને ગુમરાહ કરવા નું છોડી, પ્રજાની હાલાકી, મુશ્કેલીઓ દૂર કરો. મોંઘવારી અને બેરોજગારીથી બચાવો. તેમ અંતમાં જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text