મચ્છુ-2 ડેમના બેઠા પુલ પર ટ્રેકટર પાણીમાં ફસાયું, ફાયર વિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ

- text


ફાયર વિભાગની ટીમે તાકીદે ઘટના સ્થળે દોડી જઇ ડ્રાઇવર અને ટ્રેકટર બન્નેને બહાર કાઢ્યા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના બેઠા પુલ પર ટ્રેકટર પાણીમાં ફસાયું હતું. જેને પગલે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી જઇ તાત્કાલિક રેસ્ક્યુની કામગીરી હાથ ધરી ડ્રાઇવર અને ટ્રેકટર બન્નેને બહાર કાઢ્યા હતા.

મચ્છુ-2 ડેમના 5 દરવાજા ખોલવામાં આવતા બેઠા પુલ ઉપરથી પાણી જતું હતું. આ વેળાએ ત્યાંથી ટ્રેકટર નીકળવા જતા તે પાણીમાં ફસાયું હતું. આ ટ્રેકટર નગરપાલિકાના ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટનું હતું. આ ઘટના વિશે જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે રેસ્ક્યુ કરી ટ્રેકટર અને તેના ડ્રાઇવરને બહાર કાઢ્યા હતા. આમ સદનસીબે દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text