મોરબીમાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુન્હો નોંધાયો

- text


 

મમુ દાઢી હત્યા કેસમાં પોલીસે આરોપી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કલમનો ઉમેરો કરતા નામદાર અદાલતે ગ્રાહ્ય રાખ્યો

મોરબી : મોરબીમાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે. મમુ દાઢી હત્યા કેસમાં પોલીસે આરોપી ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કલમનો ઉમેરો કરવા નામદાર કોર્ટને રજુઆત કરી હતી. કોર્ટે આ રજુઆતને ગ્રાહ્ય રાખતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકનું હથિયાર ઉગામીને ડીવાયએસપીને આગળની તપાસ સોંપી છે.

મોરબીમાં ગત તા.7 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક ફોર્ચ્યુનર કારને આંતરી આરીફ મીર, ઇમરાન બોટલ સહિતના શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીની હત્યા કરી હતી. તેમજ બે લોકો ઇજાગ્રસ્ત કર્યા હતા. આ ઘટના અંગે પોલીસે કુલ તેર લોકો વિરુદ્ધ કાવતરું ઘડી હત્યા કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ મામલે આજે જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે આ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવા ઉપરાંત સતત ગુનાહિત પ્રવૃતિઓ કરતા હોય તેઓની વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટે આ રજુઆત માન્ય રાખતા આરોપીઓ ઇસ્માઇલ બ્લોચ, ઈરફાન બ્લોચ, ઇલ્યાસ ડોસાણી, એજાજ ચાનીયા, રફીક માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ, જુનેદ હુસેન ચાનીયા, અસલમ ઉર્ફે ટાવર, કૌશલ ઉર્ફે કવો, સુનિલ ઉમેશ સોલંકી અને ઈરફાન અલ્લારખાભાઈ ચિચોદરા હાલ આ ગુન્હામાં પકડાયેલ હોય આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી અને આગળ તપાસમાં જે જે લોકોના નામ ખુલે અને પકડાય તે તમામ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.આ તપાસ ડીવાયએસપી સંભાળશે. તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.

જિલ્લા પોલીસ વડા

- text